Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ગણેશોત્‍સવમાં આ વખતે ગણેશજી ઉંદર ઉપર નહીં પરંતુ કોરોના વેક્‍સીન ઉપર સવાર થઇને ભક્‍તોને દર્શન આપશેઃ સુરતમાં ખાસ પ્રકારની મૂર્તિનું નિર્માણ

કોરોના મહામારીમાં નિરવ ઓઝાનો જનજાગૃતિ માટે પ્રયાસ

સુરત: કોરોના મહામારીમાં ત્રાસી ગયેલા લોકો ગણપતિનો તહેવાર આવતા ગણપતિની પ્રતિમા બનાવવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે હવે કોરોનાના સમયમાં ગજાનન મૂષક રાજ પર નહિ, પરંતુ કોરોના વેક્સિન પર સવાર થઇને આવશે. આ વખતે કોરોના મહામારીને ધ્યાને રાખતા કોરોનાની થીમ પર ગજાનનની પ્રતિમા બનાવવામાં આવી રહી છે.

ગણપતિબાપાના આગમનને 45 દિવસો બાકી છે. કોરોનાકાળથી વિઘ્નહર્તા બચાવે આ કામના દરેક ગણેશ ભક્ત કરે છે. ગયા વર્ષે ગણપતિબાપા કોરોનાનો વધ કરી રહ્યા છે, તેવી પ્રતિમાઓ જોવા મળી હતી અને આ વખતે સુરતના ગણેશ પ્રતિમાના મૂર્તિકાર નીરવ ઓઝાએ એક ખાસ પ્રતિમા બનાવી છે. કોરોનાને મ્હાત આપવા વેક્સિન તો આવી ગઈ છે.

પરંતુ ત્યાં અનેક લોકો હજુ પણ વેક્સિન મૂકાવવાથી ભયભીત થઈ રહ્યા છે અને અફવાઓ પર ધ્યાન આપી રહ્યા છે.લોકો વેક્સિન મૂકાવવા જાય તે હેતુથી કોરોના વેક્સિનની થીમ પર પ્રતિમા બનાવી છે ગણેશભક્તો સૌથી વધુ વિશ્વાસ ગણપતિબાપા પર રાખે છે. આ જ કારણ છે કે, નીરવ ઓઝાએ જાગૃતિના હેતુસર એવી પ્રતિમા બનાવી છે.

કોરોના કાળમાં ત્રસ્ત થઈ ગયેલા ભક્તો માટે આ વખતે ગજાનન મૂષક રાજ પર નહીં, પરંતુ કોરોના વેક્સિન પર સવાર થઈને આવશે. સુરતના મૂર્તિકાર કે જેઓ ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગ કરી ચૂક્યા છે, તેઓએ લોકોને જાગૃત કરવા માટે ગણેશજીની ખાસ પ્રતિમા બનાવી છે.

આ પ્રતિમામાં ગણપતિ બાપ્પા હાથમાં કોરોનાની વેક્સિન સાથે સિરિન્જ પર સવાર છે. જેમાં હાથમાં કોરોના વેક્સિન અને સિરિન્જ પર સવાર થઈને ગણપતિબાપા બિરાજમાન છે. જેને જોઈને લોકો કોરોના વેક્સિન લગાવે તેવો ઉદ્દેશ નીરવ ઓઝાનો છે. વધુ માં તેમને જણાવ્યું હતું કે કેટલાક લોકોને મનમાં હજુ પણ વેક્સિનને લઈને ભય છે. આમ તો ગણપતિબાપા મૂષક રાજ પર સવાર થઈને આવતા હોય છે, પરંતુ આ ખાસ પ્રતિમા એ માટે બનાવી છે જેથી લોકોનો વેક્સિન પ્રત્યે વિશ્વાસ બેસે અને વેક્સિન લગાવવા જાય.

(6:13 pm IST)