Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

નર્મદાના અમરકંટકમાં કાલથી પૂ. મોરારીબાપુની ઓનલાઈન શ્રીરામકથા

રાજકોટ, તા. ૩૦ :. પૂ. મોરારીબાપુના વ્યાસાસને કાલે તા. ૩૧ને શનિવારે સાંજે ૪ વાગ્યાથી નર્મદાના અમરકંટકમાં ઓનલાઈન શ્રીરામકથાનું આયોજન કરાયુ છે.

મા નર્મદાના ઉદ્ગમ સ્થળ અમરકંટકમાં ૩૧ જુલાઈથી ૮ ઓગષ્ટ ૨૦૨૧ સુધી શ્રી મોરારીબાપુની ૮૬૩મી રામકથા યોજાશે. કોરોના મહામારીમાં અગાઉની કથાઓની માફક જ આ કથામાં પણ સીમિત શ્રોતાઓને કથા સ્થળ પર આવવાની મંજુરી છે.

બાપુનો વિનમ્ર અનુગ્રહપૂર્વક આદેશ છે કે માત્ર યજમાન અને આયોજક દ્વારા પહેલેથી આમંત્રિત શ્રોતાઓ જ કથા સ્થળમાં પ્રવેશ કરે. એક તરફ કોરોનાનું જોખમ હજી દૂર થયું નથી. બીજી તરફ અમરકંટક સ્થાન ઘણું દુર્ગમ હોવાને કારણે વધુ લોકોની વ્યવસ્થા કરવી મુશ્કેલી છે.

આયોજક અને યજમાન પરિવારને કોઈપણ વ્યકિત કથામાં ઉપસ્થિત રહેવા આગ્રહ ન કરે અને ત્યાં આવીને ના કહેવા મજબૂર ન કરે. ના કહેવું સ્વભાવથી વિપરિત છે. કોઈ જબરદસ્તી આવે તો તેમને ના કહેવામાં અમને વધુ તકલીફ થાય છે. રામકથા સૌ કોઈ માટે છે. તેનો આનંદ ઘરે બેઠા આસ્થા અને યુ-ટયુબ ચેનલ ઉપર લઈ શકાય છે.

(12:04 pm IST)