Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

આઇબીમા સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળો પર થી ૫૦ થી વધુ આસી.ઇન્ટેલિજન્સ ઓફિસર મુકાયા

ડ્રગ્સ માફિયા,સરહદ અને ગુજરાતના વિશાળ દરિયા કાંઠાઓની સુરક્ષા વધુ સઘન કરવા માટે મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા અભૂતપૂર્વ નિર્ણય : આઇબી વડા અનુપમસિંહ દ્વારા ગુપ્તચર વિભાગને ફૂલ પ્રૂફ બનાવવાની રણનીતિ અંતર્ગત તમામના ઈન્ટરવ્યુ બાદ મુખ્ય પોલીસ વડાની કચેરી દ્વારા પણ ચકાસણી, ગાંધીનગર ખાતે ફાળવી દેવાયા : બીએસએફ અને સેન્ટ્રલ આઇબી સાથે સંકલન રાખી મેઈન પાવર વધતા ચીન, પાકિસ્તાન જેવા દેશોનીના પાક પ્રવૃત્તિઓને જડબેસલાક બ્રેક લાગશેઃ સ્લીપર સેલ સહિતની બાતમીઓ ઝડપથી

રાજકોટ તા.૩૦, ગુજરાતમાં ડ્રગ્સ પ્રવેશવાની ઘટનાઓ, કચ્છ સહિતની બોર્ડર અને ગુજરાતના વિશાળ દરિયા કિનારાઑનો ડ્રગ્સ માફીયાઓ ઉપયોગ ન કરી શકે અને આતંકવાદી ગતિ વિધિઓ આડે જબરજસ્ત સ્પીડ બ્રેકર મૂકવાના ભાગરૂપે ગુજરાતના ગુપ્તચર વિભાગને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાજકોટ,જૂનાગઢ, જામનગર સહિત પોલીસ સ્ટાફના ઈન્ટરવ્યુ દ્વારા પસંદ થયેલ ૫૦ થી જેટલા પોલીસ સ્ટાફને આસી. ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે આઇબીમા મૂકવાનો નિર્ણય કરી ગુજરાતને વધૂને વધૂ સુરક્ષા ચક્રથી રક્ષિત કરવાનો નિર્ણય કર્યાનું સૂત્રો જણાવે છે.

 અત્રે એ યાદ રહે કે ડ્રગ્સ ઝુંબેશ માટે નીકાર્યવાહી માટે રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પોતે  પણ જાતે રસ દાખવી રહ્યા છે, સદનશીબે બીએસએફ ગુજરાતના ફ્રન્ટીયર તરીકે મૂળ ગુજરાત કેડરના જી.એસ.મલીક્ક જેવા કાર્યદક્ષ અધિકારી હોવાથી ગુજરાત પોલીસ અને બીએસએફ સંકલન સાથે સ્ટેટ આઇબી સંકલન જરૂરી છે.આઇબી મા ખાલી રહેલ જગ્યાઓ તુરત પૂરવા માટે આઇબી વડા દ્વારા ડીજી પાસે થયેલ રજૂઆત સંદર્ભે આઇબી દ્વારા રસ ધરાવતા અને સારી ઈમેજ ધરવતા પોલીસ સ્ટાફના નામો મગાવી તેના ઈન્ટરવ્યુ કરી ફાઇનલ પસંદગી માટે પોલીસ વડા પાસે મૂકતા ,૫૦ થી વધુ પોલીસ સ્ટાફને આસી.ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે મંજૂરીની મોહર મારી આઇબી તરફ મોકલી આપવામાં આવ્યા છે.   બીજા શબ્દોમાં કહીએ તો આઇબી વડા તરીકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા અનુપમસિંહ ગેહલોત જેવા કાર્યદક્ષ આઇપીએસ મુકાયા બાદ જે રીતે બાજ નજર રાખવામાં આવી રહી છે, તે કાર્યને મજબૂતી આપવા આ નિર્ણય કરવામાં આવ્યાનું સૂત્રો માની રહ્યા છે.                                            

 અત્રે એ યાદ રહે કે ચીન દ્વારા ભારત સાથેના સંબંધો વણસી રહ્યા છે, કાશ્મીર તરફથી આતંકવાદી પ્રવૃત્તિ, સ્લીપર સેલ અને કેટલાક સંગઠનો દ્વારા ચોક્કસ નેતાઓ સામે ખતરો હોવાના સેન્ટ્રલ આઇબીના રિપોર્ટના પગલે પગલે સ્ટેટ આઇબી વધુ સક્રિય આનાથી રહી શકશે.

 અત્રે યાદ રહે કે  હાલના આઇબી વડા દ્વારા પોતાના વડોદરાનાં કાર્યકાળ દરમિયાન ડ્રગ્સ નશાની પરખ  માટે વિદેશથી ખાસ કીટ દેશભરમાં સહુ પ્રથમ મંગાવેલ જેની નોંધ કેરળ હાઈ કોર્ટ દ્વારા પણ લેવામાં આવેલ. આમ મેઈન પાવર મળતા બાતમી નેટ વર્ક આઇબીનું ખૂબ વિસ્તરી જશે તેમ આઇપીએસ વર્તુળો પણ માની રહ્યા છે.

  • સૌરાષ્ટ્રમાંથી કોની કોની આસી.ઇન્ટેલિજન્સ ઓફિસરની પસંદગી થઈ એ પણ ચાલો જાણીએ  
  • દ્વારકા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ ગ્રામ્યનો સમાવેશ 

રાજકોટ : પોલીસ તંત્ર દ્વારા ૫૦થી વધુ પોલીસ સ્ટાફને ઈન્ટરવ્યુ દ્વારા આઇબીમા પ્રતી નિયુકિત પર પસંદગી કરવામાં આવી છે. તેમાં સુરેન્દ્રનગર હરદેવસિંહઝાલા, દ્વારકા રવીરાજસિંહ જાડેજા, બોટાદ સહદેવસિંહ પરમારની પસંદગી થઇ છે. રાજકોટ ગ્રામ્યમાથી તેજસભાઇ, મયુરભાઈ મજેઠીયા, જૂનાગઢ ઘનશ્યામ જોષી, લખુભાઈ સિંધવ, ચંદ્રાવલીબેન ગઢવી, ભાવનગર જગદીશભાઈ ચાવડા, મુકેશભાઈ દિનેશભાઈ વિ.નો સામવેશ છે. 

(12:03 pm IST)