Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

અમદાવાદ મનપાના કેમ્પસમાં જુગાર રમતા કોર્પોરેશનના 4 કર્મચારી સહિત 7 ઝડપાયા

છેલ્લા 8 દિવસથી જુગાર રમતો હોવાની બાતમીના આધારે કારંજ પોલીસે દરોડા પાડીને 7 જુગારીઓને ઝડપી પાડ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેમ્પસમાં જુગાર રમતા કોર્પોરેશનના 4 કર્મચારી સહિત કુલ 7 ઝડપાયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. કારંજ પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

કોર્પોરેશનના કોટ પાસે અંધારામાં છેલ્લા 8 દિવસથી જુગાર રમતો હોવાની બાતમી કારંજ પોલીસને મળી હતી. આજે ડીસ્ટાફ પીએસઆઇ મકરાણીએ છટકું ગઠવીને 7 લોકોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા છે. જેમાં 4 આરોપી કોર્પોરેશનના કર્મચારી છે, જ્યારે બીજા આરોપીઓ ત્યાં જુગાર રમવા આવ્યા હતા. પોલીસે 24000 મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આ પ્રકરણમાં પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(12:49 am IST)