Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

દેડિયાપાડા તાલુકાના પાંચ ગામોના 1100 જેવા કાર્ડ ધારકોને મહિનાની અંતિમ તારીખ હોવા છતાં સરકારી અનાજ મળ્યું નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડિયાપાડા તાલુકાના કણજી વાંદરી માથાસર ડુડાખાલ ખાલ જેવા ગામના અંદાજીત ૧૧૦૦/ જેટલા આદિવાસી કાડૅ ધારકો તા.૨૮ જુલાઈ ના રોજ કોકમ ખાતે સરકારી સસ્તા અનાજની દુકાને અનાજ લેવા માટે આવ્યાં હતાં. તેમ છતાં સરકારી અનાજ તેમને મળ્યું ન હતું. ૨૫ કિલોમીટર મીટર દૂર સવારે સાત વાગ્યે થી આદિવાસી લોકો ભૂખ્યા તરસ્યા અનાજ લેવા બેસી રહ્યાં હતાં તેમ છતાં તેમને સરકારી અનાજ આપવામાં આવ્યું ન હતું. આદિવાસીઓ ફિગર કુપન કઢાવવા માટે ડુમખલ ગામ પંચાયત ખાતે સવાર થી લાંબી લાઇનો બનાવી ઉભાં હતાં છતાં તેમની ફિગર ની ફિગર નથી પડતી ઓનલાઇન નથી ચાલતું એવા બહાના બતાવીને આદિવાસીઓને સરકારી અનાજ આપવામાં આવતું નથી.આખા મહિનામાં સરકારી અનાજ આપવું જોઈએ તેમ છતાં ત્રણ દિવસ આ દુકાન ખોલી ૨૫% જેવા લોકોને જ અનાજનો જથ્થો આપવામાં આવે છે. ૭૫% લોકો અનાજ થી વંચિત રહી જાય છે.માટે જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ  આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ છે.

(11:28 pm IST)