Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

નેતાઓ ખુલ્લે મોઢે રેલીઓ કરે છે ત્યાં કેમ પાસા ઍક્ટ નથી લગાવતા ? : ગુજરાત હાઈકોર્ટે સરકારને ઘઘલાવી

અમદાવાદમાં મેડિકલ સ્ટોરના વ્યક્તિ પર પાસા કાયદો લગાડતા કોર્ટે ફટકાર લગાવી : રાજકીય નેતાઓને માસ્ક ન પહેરવા બદલ પાસા કરો

અમદાવાદ :  ગુજરાત હાઇકોર્ટે સરકારને વધુ એક ફટકાર લગાવી છે. હાઈકોર્ટે જાણે સરકાર સામે લાલઆંખ કરી હોય તેવી રીતે કડક શબ્દો કહ્યા છે. માસ્ક ન પહેરનાર પર પાસાનો કાયદો લગાવતા હાઈકોર્ટે સરકારને લાલઆંખ દેખાડી છે. સમગ્ર મામલો એવો છે કે, મેડિકલ સ્ટોરના એક વેપારી વિરુદ્ધ માસ્ક ન પહેરવાના મામલે પાસા કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે બાદ વેપારીએ તેના પરથી પાસા કાયદો હટાવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચતા સરકારને ઉધડી લીધી હતી. 

મેડિકલ સ્ટોરના વ્યક્તિ પર પાસા લગાડતા કોર્ટે કહ્યું કે, રાજકીય નેતાઓને માસ્ક ન પહેરવા બદલ પાસા કાયદો લગાવો. નેતાઓ ખુલ્લે મોઢે રેલીઓ કરે છે ત્યાં કેમ પાસા કાયદાનો ઉપયોગ થતો નથી. વિચાર કરો કે કેવા વાતાવરણ વચ્ચે જીવીએ છીએ. નિયમ બધા માટે સરખા હોવા જોઈએ.

(11:05 pm IST)