Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ભાજપ સરકારની પાંચ વર્ષની નિષ્ફળતા ઉજાગર કરવા આમ આદમી પાર્ટી સમાંતર કાર્યક્રમ યોજશે

પાંચ વર્ષ, ભાજપ સરકારના- સૌનો સાથ, ભાજપના વિકાસના :તા.1લી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી સમાંતર કાર્યક્રમના માધ્યમથી ભાજપ સરકારની નિષ્ફળતાઓની આંકડાકીય માહિતી પ્રકાશમાં લાવશે

અમદાવાદ : ભાજપ સરકારને આગામી તા.7મી ઓગસ્ટના રોજ પાંચ વર્ષ પુરા થઇ રહ્યાં છે. આ પાંચ વર્ષ દરમિયાન ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસના કામોને લઇને તા.1લી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આજે આ કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પાર્ટીએ પાંચ વર્ષ, આપણી સરકારના, સૌનો સાથ, સૌનો વિકાસના કાર્યક્રમોની સમાંતર કાર્યક્રમ પાંચ વર્ષ, ભાજપ સરકારના- સૌનો સાથ, ભાજપના વિકાસના યોજવામાં આવશે. સમાંતર કાર્યક્રમના માધ્યમથી ભાજપ સરકારની નિષ્ફળતાઓની આંકડાકીય માહિતી પ્રકાશમાં લાવવામાં આવશે.

આમ આદમી પાર્ટીની મીડિયા કો-ઓર્ડીનેટર તુલી બેનર્જીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લાં 27 જેટલાં વર્ષોથી સત્તામાં રહેલી ભાજપ સરકારના રાજમાં ગુજરાતના તમામ ક્ષેત્રમાં નિષ્ફળ નીવડી છે, ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, વીજળી, પાણી, રોડ, સ્વચ્છતા સહિતના ક્ષેત્રમાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી રહી ત્યારે ભાજપ પાર્ટી લાજવાના બદલે ગાજવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે.

વધુમાં તુલી બેનર્જીએ એમ પણ જણાવ્યું છે કે નિષ્ફળ, ભ્રષ્ટ્ર અને તાનાશાહ ભાજપ પક્ષ જયારે શરમ નેવે મૂકીને ગુજરાતની જનતાની મજાક ઉડાડવા સમાન તાયફાઓ ઉજવે છે ત્યારે ભાજપની તમામ નિષ્ફળતાઓને ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ ગ્રાઉન્ડ ઉપર તેમ જ સોશિયલ મીડિયા કેમ્પેન દ્વારા આયોજિત કરશે.

કયા દિવસે કયો કાર્યક્રમ કોણ યોજશે

તારીખ શું છે કાર્યક્રમ સંકલન કર્તા વિગત
01-08-2021 અજ્ઞાન દિવસ રાકેશ હિરપરા, શિક્ષણ સમિતિ સભ્ય, સુરત શિક્ષણ અવ્યવસ્થાની અધોગતિની વિગત રજૂ કરશે
02-08-2021 અસંવેદના દિવસ ભેમાભાઇ ચૈધરી, ઉપાધ્યક્ષ, ગુજરાત સ્વાસ્થ્ય વ્યવસ્થાની કથળેલી હાલત
04-08-2021 નારી વિરોધી ભાજપ દિવસ નિમિષાબેન ખૂંટ, સંગઠન મંત્રી અને તુલીબેન મીડિયા કોર્ડીનેટર મહિલા, શિક્ષણ, સ્વાસ્થ્ય અને મહિલાઓની સમસ્યા અંગે
05-08-2021 કિસાન વિરોધી ભાજપ દિવસ ઇસુદાન ગઢવી, નેતા ખેડૂતોના પ્રશ્નો અંગે
06-08-2021  બેરોજગાર દિવસ પ્રવિણ રામ, નેતા, આપ બેરોજગાર યુવાનોની આંકડાકીય માહિતી રજૂ કરશે
07-08-2021 અધોગતિ દિવસ મહેશ સવાણી, નેતા, આપ વિકાસના નામે થયેલી અદ્યોગતિ
08-08-2021 શહેરી સમસ્યા દિવસ અજિત લોખીલ, પ્રદેશ સંગઠન મંત્રી શહેરીકરણની સમસ્યાઓ
09-08-2021 વિશ્વ આદિવાસી દિવસ અર્જુન રાઠવા અને જયેશ સંગાડા,પ્રદેશ સંગઠન મંત્રી આદિવાસીઓના પ્રશ્નો
(8:57 pm IST)