Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

મહિલાને અશ્લીલ ફોટાઓ મોકલી, સામે અશ્લીલ ફોટાઓની માંગણી કરતા વડોદરાના નિઝામ અલીને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય

રાજકોટ : પોલીસ અધિક્ષક બલરામ મીણા,રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓની સુચના મુજબ તથા એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ નાઓના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ  એચ.ડી.હિંગરોજા એસ.ઓ.જી બ્રાંચના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા પો.હેડ.કોન્સ અમિતભાઇ કનેરીયા ને હક્કિત મળેલ કે વડોદરા શહેરના મકરપુરા પો.સ્ટેના A-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૦૧૨૪૩/૨૦૨૦ આઇ.પી.સી.કલમ ૨૯૫(એ) તથા ધી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને ૨૦૦૮ ની કલમ ૬૭ મુજબનો ગુન્હો બનેલ હોય જેમાં એક અજાણ્યા ઇસમે મોબાઇલ નંબર પરથી ફરીયાદિના પત્નીના મોબાઇલમાં અશ્લીલ ફોટાઓ મોકલી તેમજ અશ્લીલ ફોટાઓની માંગણી કરેલ હોય જે ગુન્હા બાબતેની વડોદરા શહેર પોલીસ તરફથી જાણ થતા સદરહું બનાવ બાબતે મોબાઇલ નંબરનો ઉપયોગ કરનાર શખ્શ ક્રિષ્ના ગૃહ ઉધ્યોગમાં કામ કરતો હોવાની હકીકત આધારે મોબાઇલ નંબર ઉપયોગ કરનાર ઇસમ નિઝામ કાસીમ અલી જાતે.મન્સુરી (મુસ્લીમ) ( ઉવ.૨૨) ( રહે.સર્વોદય સોસાયટી વેરાવળ શાપર મુળ રહે.સમદનગર જી.મોહબા (યુ.પી.) વાળા ગુન્હાના કામે હસ્તગત કરી શાપર વેરાવળ પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી કરી વડોદરા શહેર કંટ્રોલ ખાતે જાણ કરેલ છે.

પકડાયેલ આરોપી નિઝામ કાસીમ અલી જાતે.મન્સુરી (મુસ્લીમ) (ઉવ.૨૨) (રહે.સર્વોદય સોસાયટી વેરાવળ શાપર મુળ રહે.સમદનગર જી.મોહબા (યુ.પી.) સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધારેલ છે

કામગીરીમાં રહેલ અધિકારી/કર્મચારી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.ડી.હિંગરોજા તથા એ.એસ.આઇ ઉપેન્દ્રસિહ જડેજા તથા પરવેઝભાઇ સમા પો.હેડ કોન્સ.  જયવિરસિંહ રાણા તથા અમીતભાઇ કનેરીયા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા દિલીપસીહ જાડેજા જોડાયા હતા .

(11:37 pm IST)