Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા એ રાજયભરના જુદા જુદા શહેરોના પોલીસ ઇન્સ્પેકટરો અને પોલીસ સબ ઇન્સ્પેકટરોની બદલીની મોટો ઘાણવો કાઢ્યો

 ગાંધીનગર, તા,. ૩૦: ગુજરાત રાજયના  પોલીસ વડા શિવાનંદ ઝાના આદેશથી જુદા જુદા વિસ્તારોના પોલીસ ઇન્સ્પેકટરો અને પોલીસસબ ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે.

જે અંતર્ગત જયારે ગઢવી ઇશ્વરદાન સુ઼બદાનની અમદાવાદર શહેરથી બનાસકાંઠામાં બદલી કરાઇ છે. જયારે ભુરીયા નિરવકુમાર મગનભાઇની વડોદરા શહેરથી છોટાઉદેપુર, પંડયા વિજયકુમાર વેણીશંકર અમરેલીથી ઇન્ટેલીજન્સ, ગાંધીનગર, ચૌધરી સુરેશકુમાર શંકરભાઇ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર, અમદાવાદ શહેર, ચુડાસમા સંદીપસિંહ નરેન્દ્રસિંહ, પંચમહાલ, ગીર સોમનાથ, ગળચર રાજાભાઇ રાણાભાઇ, અમદાવાદ શહેર, ગીરસોમનાથ, જાદવ પૃથ્વીરાજ ભુપતસિંહ દાહોદથી આણંદ, પાટીલ મનોજકુમાર ગુલાબ પ.રે.વડોદરાથી નવસારી, પરમાર નિલેશકુમાર પરસોતમભાઇ વડોદરા શહેરથી મહેસાણા,  ચૌધરી રીના ધર્મેન્દ્ર (શર્મા રીનાકુમારી વીરેન્દ્રકુમાર) ઇન્ટેલીજન્સ, ગાંધીનગરથી ખેડા-નડીયાદ, ખાંટ વિક્રમસિંહ દલપતસિંહ દાહોદથી અમદાવાદ ગ્રામ્ય, વસાવા વિક્રમભાઇ રામુભાઇ વડોદરા શહેરથી તાપી, પટેલ બ્રિજેશકુમાર મણીભાઇ અમદાવાદ શહેરથી દાહોદ, જાડેજા અર્જુનસિંહ અજીતસિંહ અમદાવાદ શહેરથી મોરબી, દેસાઇ અંકુરભાઇ કરમશીભાઇ સુરત શહેરથી બનાસકાંઠા, ડાભી પરેશકુમાર પરસોતમદાસ દાહોદથી અમદાવાદ શહેર. વિંછી રાજેશ વકમાતભાઇ આણંદથી જામનગર તથા હેરભા હરેશ રામભાઇ દેવભૂમિ-દ્વારકાથી રાજકોટ શહેર, તથા ગોંડલીયા પ્રશાંતકુમાર ધનજીભાઇ અમદાવાદ શહેરથી સુરત ગ્રામ્ય, તથા પટેલ જતીનકુમાર બાલાભાઇ એ.ટી.એસ. અમદાવાદથી રાજકોટ શહેર, તથા પટેલ બાબુભાઇ રણછોડભાઇ ઇન્ટેલીજન્સ,ગાંધીનગરથી     બનાસકાંઠા, તથા ગોહીલ નરેન્દ્રસિંહ સુરૂભા વડોદરા ગ્રામ્યથી કચ્છ-પશ્ચિમ ભુજ, તથા  ગોહિલ રતનસિંહ ચંદુભા આણંદ થી કચ્છ-પશ્ચિમ ભુજ, તથા ડાભી નિખીલકુમાર બાબુભાઇ     ઇન્ટેલીજન્સ, ગાંધીનગરથી  મોરબી તથા  ગઢવી સંદિપદાન અજીતદાન (મહેડુ),      કચ્છ-પશ્ચિમ ભુજથી  સુરત શહેર, તથા  બારોટ મુકેશભાઇ જયદેવભાઇ  આણંદ, તથા મહેસાણા ખાતે બદલી કરાઇ છે.

બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરનું એ. પી. સોમૈયાની સુરત વિભાગથી સુરત શહેરમાં તથા નિલેષકુમાર અભેસિંહની ભાવનગરથી ઇન્ટેલીજન્સ, ગાંધીનગરમાં વી. એમ. દેસાઇ પી. ટી. સી. જુનાગઢથી અમદાવાદ શહેર,તથા  કે. ડી. જાડેજા અમરેલીથી અમદાવાદ શહેર તથા ડી. વી. તડવી અમદાવાદ શહેર થી વલસાડ, તથા આર. એસ.ઠાકર રાજકોટ શહેરથી અમદાવાદ શહેર બદલી કરાઇ છે.

જયારે બિન હથીયારી પોલીસ ઇન્સ્પેકટર એસ. આર. ગામીત અમદાવાદ શહેરથી વલસાડ તથા એમ. એમ. લાલીવાલા સ્ટેટ કંટ્રોલથી અમદાવાદ શહેર તથા જે. કે. ભરવાડ ગીર સોમનાથથી અમદાવાદ શહેર તથા વી. ડી. મોરી પોલીસ અકદામી કરાઇ થી અમદાવાદ શહેર તથા ડી. ડી. ઝાલા પોલીસ અકાદમી કરાઇ થી ભાવનગર તથા બી. એમ. રાણા વડોદરા શહેરથી સુરેન્દ્રનગર તથા એન. એલ. પાંડોર પોરબંદર થી વડોદરા શહેર, તથા આર. બી. દેસાઇ રાજકોટ ગ્રામ્યથી સી. આઇ. ડી. ક્રાઇમ, વી. કે. પટેલ રાજકોટ ગ્રામ્યથી સુરત ગ્રામ્ય ખાતે બદલી કરાઇ છે.

આ ઉપરાંત બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર વી.કે. એચ.સાંધની જી.ઇ.બી.થી જુનાગઢમાં તથા એલ.ડી.ગમારાની ભાવનગરથી આણંદ અને સી.બી.ચૌધરી એ.સી.બી.થી આણંદ, બદલી કરાઇ છે.

જયારે બિન હથીયારી પોલીસ  કે.એમ.પ્રિયદર્શી પાટણની અમદાવાદ ગ્રામ્ય, એમ.એ.વાઘેલા એ.સી.બી.અમદાવાદ ગ્રામ્ય, આર.આર.રાઠવાની અમદાવાદ ગ્રામ્ય વડોદરા વિભાગ, બી.કે.ચૌધરીની એ.સી.બી. બનાસકાંઠા, કે.ડી.ડીંડોરની ઇન્ટેલીજન્ દાહોદ, કેે.એન.રાઠવાની ગાંધીનગર, મહીસાગર, જે.એન. પરમારની સી.આઇ.ડી.ક્રાઇમ, પંચમહાલ વિભાગ, એસ.પી.કહારની પાટણ ઇન્ટેલીજન્સમાં બદલી કરાઇ છે.

આ ઉપરાંત જે.કે.પટેલની વડોદરા શહેરથી છોટાઉદેપુર અને કે.એન. લાઠીયાની ઇન્ટેલીજન્સ વડોદરા શહેરમાં બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરોને તેમની બદલી વાળી જગ્યાએ હાજર થવા સારૂ તાત્કાલીક છુટા/હાજર કર્યા અંગેની જાણ અત્રે અચુક કરવાની રહેશે.તેમ શિવાનંદ ઝા રાજય પોલીસવડાએ જણાવ્યું છે.

(5:45 pm IST)
  • બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો વરસાદ થશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 41 ટકા વરસાદ નોંધાયો છે access_time 11:21 am IST

  • મુખ્યમંત્રી કેજરીવાલની દિલ્હીવાસીઓને મોટી ભેટ : ડીઝલમાં લિટરદીઠ 8 રૂપિયા 36 પૈસાનો ઘટાડો કર્યો : વેટ 30 ટકાથી ઘટાડી 16.75 ટકા કરી દેતા ડીઝલના ભાવ ઘટ્યા : કોરોના વાઇરસનો કહેર ઓછો થયા પછી હવે પ્રજાને આર્થિક રાહતો આપી બજારમાં તેજી લાવવાનો પ્રયાસ access_time 12:18 pm IST

  • રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આપી વિધાનસભા સત્રની મંજૂરી : 14 ઓગસ્ટે શરુ થશે વિધાનસભા સત્ર : વિધાનસભા સત્ર દરમિયાન કોવીડ -19થી બચવા માટે આવશ્યક પ્રબંધ કરવા નિર્દેશ access_time 10:49 pm IST