Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

મહુધા તાલુકાના ચુણેલ ગામે દારૂડિયા પતિને ઠપકો આપતા પત્ની પર કેરોસીન છાંટીને સળગાવવાનો પ્રયાસ કરતા ગુનો દાખલ

મહુધા:તાલુકાના ચુણેલ તાબે પરમારના મુવાડામાં રહેતા દારૂડીયા પતિને પત્નીએ ઠપકો આપતાં ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દેતાં પત્ની ગંભીર રીતે દાઝી ગઈ હતી. અંગે મહુધા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલકરીને કાર્યવાહી હાથ ઘરી છે.

અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના વજેવાલ ગામમાં રહેતાં મધુભાઈ રઈજીભાઈ ચાવડાની પુત્રી શોભનાબેનના લગ્ન પંદરેક વર્ષ અગાઉ મહુધા તાલુકાના ચુણેલ તાબે પરમારના મુવાડામાં રહેતાં વિજયભાઈ કનુભાઈ પરમાર સાથે જ્ઞાતિના રીતિરીવાજ મુજબ થયાં હતાં. લગ્ન બાદ સાસરીમાં ગયેલી શોભનાબેન સાથે તેના પતિ વિજયે સારો વ્યવહાર રાખ્યો હતો. જો કે લગ્નના પાંચેક વર્ષ બાદ વિજય દારૂની લતે ચઢી ગયો હતો. વિજય કોઈ કામ-ધંધો કરતો ના હોઈ શોભનાબેન મજુરીકામ કરી ઘરસંસાર ચલાવતાં હતાં.

(5:19 pm IST)