Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ધનસુરા તાલુકાના કિશોરપુરા નજીકથી પોલીસે પીકઅપ ડાલામાં લઇ જવાતા પશુઓને બચાવી બે શખ્સોની ધરપકડ કરી

ધનસુરા:તાલુકાના કિશોરપુરા પાસેથી પીકઅપ ડાલામાં ગાય વાછરડા  ચારને  રસ્સી વડે મરણતોલ હાલતમાં બાંધી કતલખાને લઈ જવાતા બચાવી લેવાયા હતા.પોલીસે વાછરડા અને પીકઅપ ડાલુ સહિત કુલ રૂ.૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે બે શખ્શોને ઝડપી લીધા હતા. મોડાસા તાલુકાના માલધારી સેનાના પ્રમુખ જયેશભાઈ મલાભાઈ ભરવાડ પશુઓને બચાવવાનું કામ કરી રહયા છે.

જેઓ આજે બુધવારે કિશોરપુરા ચોકડી પાસે બેઠેલ હતા.તે દરમ્યાન માહિતી મળેલ કે તલોદ તરફથી કિશોરપુરા ચોકડી તરફ પીકઅપ ડાલામાં મુંગા પુશઓને કતલખાને લઈ જવાતા હતા.ત્યારે ચોકડી ઉપર ડાલુ ઉભુ રખાવી તપાસ કરતા ડાલામા મરણતોલ હાલતમાં ખીચોખીચ ગાયો તથા વાછરડા નંગ- કિ.રૂ.૨૦ હજાર ને ભરી કતલખાને લઈ જવાતા હતા તેને બચાવી લેવાયા હતા. પીકઅપ ડાલાની કિ.રૂ.કુલ રૂ. લાખ મળી કુલ રૂ.,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે શખ્શોને ઝડપી લીધા હતા. અંગે જયેશભાઈ મલાભાઈ ભરવાડે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનાં આરોપી ચેતનકુમાર ધનાભાઈ ભરવાડ (રહે.મોટાચેખલાતા.તલોદ) અને રાહુલકુમાર કાળાભાઈ ચૌહાણ (રહે.રમોસતા.ધનસુરા) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:14 pm IST)