Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

શ્રાવણમાં સિંગતેલના ભાવમાં રૂપિયા ૩૦નો ઘટાડો થતાં ગૃહિણીઓ ખુશ

હોટેલ,રેસ્ટોરન્ટ પણ હજુ પુરતા પ્રમાણમાં પુરતા સમય માટે ખુલ્યા નથી, તેને કારણે કોમર્શિયલ વપરાશ ઓછો હોવાથી આ વખતે તહેવારમાં તેલની માગ ઓછી છે

અમદાવાદ તા. ૩૦ :.. સામાન્ય રીતે શ્રાવણ માસમાં તહેવારની સિઝનને કારણે તેલના ભાવમાં વધારો થતો જોવા મળે છે. જેના કારણે ફરસાણનાા ભાવમાં પણ વધારો થાય છે, પરંતુ આ વખતે વિપરીત પરિસ્થિતી છે. લોકડાઉન દરમિયાન જ લોકોએ આ સિઝનમાં પછી નહીં મળે તો શું એવું માનીને તેલનો સ્ટોક કરી લેતાં લોકલ બજારમાં તેલની માગમાં પ૦ ટકા ઘટાડો થયો છે. સાથે સાથે ડબા દીઠ રૂ. ૩૦ ઘટી જતાં ગૃહીણીઓ ખુશ છે. માત્ર લોકલ બજાર જ નહીં પરંતુ હોટેલ, રેસ્ટોરન્ટ પણ હજુ પુરતા પ્રમાણમાં પુરતા સમય માટે ખુલ્યાં નથી. તેને કારણે કોમર્શીયલ વપરાશ ઓછો હોવાથી આ વખતે તહેવારમાં તેલની માગ ઓછી છે. માગ ઓછી હોવાને  કારણે છેલ્લા બે દિવસમાં સિંગતેલમાં રૂ. ૩૦ નો ઘટાડો થયો છે.

શહેરમાં રોજના ૧પ થી ર૦ હજાર તેલના ડબાથી વધુ ડબાનું વેચાણ સામાન્ય છે. જે ઘટીને હાલમાં પ૦ ટકા જ થયું છે.  સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસીએશનનાં સુત્રો અનુસાર નાફેડ દ્વારા મગફળીના ભાવમાં ઘટાડો કરાયો છે. જે મગફળી રૂ. ૬ર૦૦ ના ભાવે મળતી હતી તેના ભાવ હવે રૂ. પપ૦૦ થી પપ૦૧ થયા છે. બે દિવસ પૂર્વે તેલના ડબાનો ભાવ રૂ. ર૧૪પ થી લઇને  રૂ. ર૧૮પ સુધીનો રહ્યો હતો અને ગઇકાલે ફરી રૂ. ૧૦નો ભાવ ઘટાડો થતા સિંગતેલ ડબાનો ભાવ રૂ. ર૧૩પ થી રૂ. ર૧૭પ થયો હતો. જયારે કપાસીયા તેલના ભાવમાં રૂ. ૧૦ નો ઘટાડો જોવા મળ્યો છે. રાજયમાં આ વખતે વહેલો અને સારો વરસાદ થવાના કારણે ર૦૦૪  પછી આ વર્ષે મગફળીનું વાવેતર વધીને ર૦ લાખ હેકટર થયું છે.જેથી  બમ્પર ઉત્પાદન થશે. ર૦૧૯-ર૦ માં મગફળીનું ઉત્પાદન ૩ર.૧પ લાખ ટન થયું હતું. આ વખતે તેમાં ૧૦ લાખ ટન વધારે ઉત્પાદન થવાની સંભાવના છે. તેથી તેલના ભાવો ઘટશે તેવું મનાય છે.

(3:58 pm IST)