Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રાજયના ૫૯ તાલુકાઓમાં ઝરમરથી ૫.૫ ઈંચ

જલાલપોર ૧૩૩મી.મી., નવસારી ૮૬મી.મી., વાપી ૪૦ મી.મી. વરસાદ નોંધાયોઃ રાજયના ૩૪ તાલુકાઓમાં ૧ મી.મી.થી ૯ મી.મી. સુધી પાણી પડયુ

વાપી,તા.૩૦: પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં મેઘરાજા રાજયના કેટલાક વિસ્તારોમાં સરવાળા વહાવી રહ્યા હોઈ તેમ છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૨૧ જીલ્લાના માત્ર ૫૯ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૧૩૩ મીમી સુધીનો હેત વરસાવ્યો છે. આ સાથે હજી સુધીમાં રાજયમાં સીઝનનો કુલ ૪૧.૩૯ટકા વરસાદ નોંધાયેલ છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો...જલાલપોર ૧૩૩મીમી, નવસારી ૮૬ મીમી, વાપી ૪૦ મીમી, વધઈ ૨૫ મીમી,ખંભાત અને ઉમરગામ ૨૩-૨૩ મીમી,વાલોડ અને આહવા ૨૦-૨૦ મીમી, ડોલવણ ૧૬ મીમી, મહુવા ૧૪ મીમી, માંગરોળ , ગણદેવી અને કપરાડા ૧૩- ૧૩ મીમી, સાગબારા, સુરત સીટી અને વાંસદા ૧૨ -૧૨ મીમી,સોનગઢ ૧૦ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજયના ૩૪ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી સતત વધી ને ૩૨૫.૭૩ ફૂટે પોહોચી છે ડેમ માં ૧૪,૧૪૫ કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૧,૦૦૦ કયુસેક પાણી છોડાય રહ્યું છે તેમજ કોઝવે ની જળસપાટી સવારે ૦૮ કલાકે ૫.૮૬ મીટરે પોહોંચી છેઆ લખાય રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે રાજય ના કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા પડી રહ્યા છે.

(3:09 pm IST)