Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

શામળાજી પોલીસે કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ કન્ટેનરમાંથી 7.75 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

મોડાસા:શામળાજી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલા કન્ટેઈનરમાંથી વિદેશી દારૃની ૧૩૧ પેટીઓ ચોરાઈ જતાં જ પોલીસની કામગીરી સામે જ શંકા ઓ ઉપજી હતી. અને જે પોલીસને જિલ્લાવાસીઓની સુરક્ષા ની જવાબદારી સોંપાઈ છે તે પોલીસના કબ્જામાં તસ્કરોએ હાથ મારતાં અને રૃ.૭.૭૫ લાખનો જબ્બે કરાયેલા  વિદેશી દારૃનો જથ્થો ચોરી લેતાં જિલ્લાની પોલીસની આબરૃનું લીલામ થયું હતું.જિલ્લામાં નવા પોલીસવડાને ચાર્જ સંભાળ્યાના બીજા જ દિવસે બનેલા આ ચકચારી બનાવને પગલે રેન્જ આઈજી શામળાજી પહોંચ્યા હતા અને આ ચકચારી ઘટનાના મૂળ શોધવા કવાયત હાથ ધરાઈ હતી. પરપ્રાંતમાંથી દારૃબંધી ધરાવતા ગુજરાતમાં મોટાપ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો તંત્ર ના જ આર્શીવાદ વચ્ચે ઘુસાડવામાં આવતો હોવાની અને મસમોટા બુટલેગરોના તાર છેક ગાંધીનગર સુધી જોડાયેલા હોવાની ચર્ચાઓ થતી હોય છે.પરંતુ રાજયની પોલીસની નબળી કામગીરીથી વાકેફ એવા બુટલેગરો છેક પોલીસના કબ્જામાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો ચોરાવી લે તેવી ઘટના અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ લાઈનમાં સર્જાતાં જિલ્લા પોલીસની પ્રતિષ્ઠા બે-આબરૃ બની હતી.

 

 

(3:42 pm IST)