Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

અમદાવાદ એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહનો ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનો ભંગ : ટ્રાફિક ડ્રાઈવની ઐસીતૈસી કરી નાંખી.!!

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે પોલીસ દંડનીય કાર્યવાહી કરતી હોય છે પરંતુ નેતાઓને જાણે નિયમો લાગુ પડતાં હોય તેવો વર્તાવ જોવા મળ્યો છે અમદાવાદમાં એલિસબ્રિજ બેઠકના ભાજપના ધારાસભ્ય રાકેશ શાહએ ટ્રાફિક ડ્રાઈવની ઐસીતૈસી કરી નાંખી.છે તેઓ સ્કૂટર પર ફરવા નીકળ્યાં.હતા  તે પણ હેલમેટ વિના.

   ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ માણેકબાગમાં જાહેર રસ્તા પર એક્ટિવા ઉપર હેલ્મેટ પહેર્યા વગર નિકળ્યા હતા. મીડિયાને જોઈને જાણે તેમણે હાથ હલાવ્યો હથો અને ઠેંગો બતાવ્યો હતો. આમ એક ધારાસભ્ય રીતે જાહેરમાં કાયદાનો ભંગ કરે તો સામાન્ય લોકો પર તેની નકારાત્મક અસર પડે છે.

 
પોલીસ ઉપર પણ એક સવાલ થાય કે સામાન્ય લોકોએ હેલ્મેટ પહેર્યા હોય તો તરત દંડ આપી દેવામાં આવે છે. જ્યારે ધારાસભ્ય રાકેશ શાહ હેલ્મેટ પહેરે તો તેમને કેમ દંડ નહીં? જો પોલીસ તેમના સ્ટાફને, એમટીએસના ડ્રાઇવરોને, સરકારી બસોના ડ્રાઇવરને મેમો આપી શકતી હોય તો ધારાસભ્યને કેમ આપી શકે? પોલીસે નેતા પાસેથી પણ દંડ વસુલીને એક દાખલો બેસાડવો જોઈએ કે તે કાયદાના ભંગ કરનારને છોડશે નહી

(8:55 am IST)