Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

હવે રોલ્સ રોય અને બોઇંગના પાર્ટ સાણંદમાં બનશે : જયવેલ એરોસ્પેસ કંપનીની 20 વર્ષ પૂર્વે રાજકોટમાં થઇ હતી સ્થાપના

મુંબઈ : ટાટા, મારૂતિ અને ફોર્ડ સહિતની કાર ઉત્પાદક કંપનીઓ બાદ હવે વિશ્વની વિખ્યાત કંપની રોલ્સ રોય પણ ગુજરાતમાં તેની કાર માટેના પ્રોડકટ્સ બનાવશે. માત્ર રોલ્સ રોય જ નહિ હવે વિમાન ઉત્પાદક કંપની બોઇંગ અને પણ અહિંયા ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જયવેલ એરોસ્પેસ હવે વિશ્વની આ અગ્રણી કંપનીઓ માટે ઉત્પાદન કરશે.

 ગુજરાતમાં સાણંદ ખાતે સ્માર્ટ ટૂલિંગ અને પ્રિસીઝન ફલાય કોમ્પોનન્ટનું ઉત્પાદન કરશે. અમદાવાદમાં કંપનીના એરોસ્પેસ એન્જિનિયરિંગ અને ડેવલપમેન્ટ સેન્ટરને બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર (ગુજરાત અને રાજસ્થાન) જ્યોફ વેઈને ખૂલ્લું મૂક્યું છે.

  જયવેલ એરોસ્પેસ હાલમાં લગભગ 30 કરોડનું ટર્નઓવર ધરાવે છે અને કંપની સાણંદમાં નવા યુનિટ પર કામકાજ કરી રહી છે, જેમાં કંપની તબક્કાવાર રોકાણ વધારશે. સાણંદ GIDCમા કંપનીએ 103 કરોડના ખર્ચે આ પ્લાન્ટ માટે જમીન હસ્તગત કરી છે. પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર 2018મા પૂર્ણ થશે અને સંપૂર્ણ પ્લાન્ટ વર્ષ 2019મા કાર્યરત થશે." તેમ કંપનીના સ્થાપકે જણાવ્યું છે

 1998મા રાજકોટમાં કંપની શરૂ કરી હતી, પછી યુકેમાં 2004મા પેટાકંપની શરૂ કરી હતી. રાજકોટમાં ઉત્પાદન સાથે બેંગલુરુ અને મુંબઈમાં એન્જિનિયરિંગ-ડિઝાઇન ઓપરેશન કાર્યરત છે અને સાણંદમાં નવી ફેસિલિટી શરૂ થતાં આ ત્રણેય સુવિધા એક જ સ્થળેથી કામગીરી કરશે.

જયવેલ હવે બોઇંગ અને રોલ્સ રોય્સના એન્જિન પાર્ટ્સનું ઉત્પાદન કરવાની દિશામાં આગળ વધી છે, આ ઉપરાંત કંપની બોમ્બાર્ડિયર અને એરબસના હેલિકોપ્ટર માટે પણ ટિયર-2 સપ્લાયર તરીકે પણ કામગીરી કરે છે. સાણંદ પ્લાન્ટ શરૂ થતાં કંપની માટે મલ્ટિનેશનલ એરોસ્પેસ કંપનીઓના મોટા ઓર્ડરની કામગીરી વિસ્તરશે.

(1:51 am IST)