-
ગીફટ સીટીનું નવું આકર્ષણ : ‘એન્ટરટેઇનમેન્ટ' : ૫૦૦૦ કરોડ ખર્ચાશે access_time 11:20 am IST
-
૯ લાખના શૂઝ અને ૫ મેનેજર, Orryની લગ્ઝરી લાઈફ સ્ટાઈલ : Orryની લાઈફ સ્ટાઈલ જોઈને સલમાન પણ ચોંકી ગયો access_time 12:28 pm IST
-
રશ્મિકા તેમજ વિજયના રિલેશનશિપની થઈ પુષ્ટિ : ફિલ્મના પ્રમોશનમાં રણબીર કપૂરે ખોલ્યું રહસ્ય access_time 12:27 pm IST
-
અભિનેતા રણબીર કપૂરની કુલ સંપત્તિ ૩૪૫ કરોડ રૂપિયા: રણબીર કપૂરને લક્ઝરી લાઈફનો શોખ છે access_time 12:21 pm IST
-
ગૌરી ખાને અનન્યા પાંડેના ઘરનું ઇન્ટિરિયર કર્યું ડિઝાઇનએક્ટ્રેસે શેર કરી ડ્રીમ હાઉસની ઇનસાઇડ તસવીરો access_time 12:30 pm IST
-
૨૧૩૫ કરોડના બજેટવાળી સાઉથની ૬ ફિલ્મો ધૂમ મચાવશેઃબોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ થશે : મેકર્સ થશે અમીર access_time 10:53 am IST
સુરતના નવસારી મેઈન રોડ પર બાઈક પર આવેલ ત્રણ અજાણ્યા શખ્સો 28 લાખની લૂંટ ચલાવી છૂમંતર....

સુરત, : સુરત નવસારી મેઈન રોડ ઉધના ત્રણ રસ્તા પાસે આજે બપોરે મની કલેક્શન-ટ્રાન્સફરનું કામ કરતા સગરામપુરાના વૃદ્ધ બપોરે કલેક્શન કરી ઘરે જતી વેળા બાઇકમાં પેટ્રોલ પુરાવવા જતા હતા ત્યારે પાછળથી બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા તેમણે બાઈક પર આગળ મૂકેલો રૂ.28 લાખથી વધુનો થેલો લૂંટી ફરાર થઈ જતા શહેરભરની પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સગરામપુરા વિસ્તારમાં રહેતા અને સાંઈ સિદ્ધિ એજન્સી અને સાંઈ સમર્થ એજન્સીના નામે મની કલેક્શન અને મની ટ્રાન્સફરનું કામ કરતા 60 વર્ષીય જગદીશભાઈ મોહનભાઈ ચોક્સી આજે બપોરે પોતાની બાઈક લઈ સચીન, ઉન, ભેસ્તાન અને પાંડેસરા વિસ્તારમાં તેમના ડિલરને ત્યાં કલેક્શન માટે ગયા હતા.ત્યાંથી રૂ.28 લાખથી વધુની રકમ એકત્ર કરી જગદીશભાઈ પૈસા ભરેલો થેલો પોતાની બાઈકની આગળ ટાંકી પર મૂકી બપોરે ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન, સુરત નવસારી મેઈન રોડ ઉધના ત્રણ રસ્તા પાસે અમદાવાદી નાયલોન ખમણ પાસેના પેટ્રોલ પંપ પર બાઇકમાં પેટ્રોલ ભરાવવા તે સર્વિસ રોડ થઈ જતા હતા ત્યારે પાછળથી એક બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા પૈકી ચાલકે બાઈક ધીમી કરી હતી. જયારે પાછળ બેસેલાએ જગદીશભાઈએ આગળ મૂકેલો થેલો લઈ લીધો હતો અને ભાગ્યા હતા.