Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા નિમિતે 11 કિલો સફેદ અને ડાર્ક ચોકલેટમાંથી શિલ્‍પાબેન ભટ્ટે બનાવેલ રથનું લોકોમાં આકર્ષણ

રથની લંબાઇ સવા ફુટ અને પહોળાઇ 1 ફુટઃ મંદિરમાં રથ અર્પણ કરીને પ્રસાદ તરીકે ઉપયોગ કરાશે

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની 145મી રથયાત્રા નીકળનાર હોય ત્‍યારે ભગવાનને રીજવવા ભક્‍તોના અવનવા પ્રયાસોના ભાગરૂપે શિલ્‍પાબેન ભટ્ટે 11 કિલો સફેદ અને ડાર્ક ચોકલેટમાંથી સવા ફુટ લાંબો અને 1 ફુટ પહોળો રથ બનાવી લોકોને આヘર્યચકિત કર્યા છે. લોકોમાં આ આબેહુબ રથ જોવાનું આકર્ષણ વધ્‍યુ છે.

145મી રથયાત્રા પર ભગવાના જગન્નાથજીને રિઝવવા માટે ભક્તો અવનવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પાબેન ભટ્ટે ચોકલેટનો રથ બનાવી અનોખી રીતે ભક્તી વ્યક્ત કરી છે. ચોકલેટનો રથ મંદિરમાં ભગવાનને અર્પણ કરીને મંદિર દ્વારા તેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

11 કિલો વાઈટ અને ડાર્ક ચોકલેટમાંથી શિલ્પાબેને આ રથ બનાવ્યો છે. જેની લંબાઈ સવા ફૂટ અને પહોળાઈ 1 પૂટ છે. ત્યારે ભગવાન જગન્નાથજીનો ચોકલેટનો રથ ભારે આકર્ષણ જગાવ્યું છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, જગતના નાથને દર વર્ષે ભક્તો વિવિધ રીતે લાડ લડવતા હોય છે, ભગવાન જગન્નાથજીને રિજવવાનો પ્રયાસ કરાતો હોય છે. ત્યારે અમદાવાદના ચોકલેટ મેકર શિલ્પાબેન ભટ્ટ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ચોકલેટનો રથ બનાવ્યો છે, જે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શિલ્પાબેન ભટ્ટે 11 કિલો ચોકલેટમાંથી ભગવાનનો રથ બનાવાયો છે. ભગવાનનો રથ બનાવવા માટે વાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરાયો છે. જેની લંબાઈ સવા ફૂટ અને પહોળાઈ 1 ફૂટ જેટલી છે.

(4:46 pm IST)