Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

સુરતને ૮ કરોડથી વધુ, રાજકોટની બેંકને ૪૫ લાખનો ચૂનો, વોન્‍ટેડ ઝડપાયો

અસ્‍તિત્‍વમાં ન હોય તેવા વાહનોના નકલી દસ્‍તાવેજો બનાવવા સાથે ચકાસણી કરનારને પણ સાથે રાખી કરોડોના કૌભાંડનો પર્દાફાશ : સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર પાસે થયેલ રજૂઆત બાદ એક વર્ષથી વોન્‍ટેડ આરોપીને ઝડપવા ખાસ ટીમો રચી હતી : સુરતના એડી. સીપી શરદ સિંઘલ અને ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પીઆઈ આર એસ.સુવરા, પીએસઆઈ વી.સી. જાડેજા ટીમ દ્વારા વિપુલને ઝડપી લેવા સાથે એક સપ્‍તાહમાં સફળતાની હેટ્રિક

રાજકોટ, તા.૩૦:  જમીનની દલાલીનો ધંધો ચાલતો ન હોય ટૂંકા રસ્‍તે નાણા કમાવવા માટે એક બીજાની મદદથી અસ્‍તિત્‍વમાં જ ન હોય તેવા વાહનો પર બોગસ આર.ટી. ઓ.પરમીટ સહિત દસ્‍તાવેજ બનાવી ચકાસણી કરનારને પણ પોતાની ટોળકીમાં ભેળવી સુરતની બેંકમાંથી કરોડો રૂપિયા સાથે રાજકોટની એચ. ડી. એફ.સી.બેંકમાંથી ૪૫ લાખની લોન લીધા બાદ છેલ્લા એક વર્ષથી વોન્‍ટેડ આરોપીને સુરત એસ. ઓ.જી પીઆઇ આર.એસ. સુવરા ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્‍યાં હોવાનું જણાવ્‍યું છે.                                 
 પોલીસ કમિશનર અજય કુમાર તોમારના ધ્‍યાનમાં ઠગ ટોળકીના કારનામા અંગે વિવિધ પોલીસ મથકમાં દાખલ થયેલ ગુન્‍હાની બાબતો ધ્‍યાનમાં આવતા એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રાજદીપ સિહ નકુમ વિગેરે સાથે ચર્ચા કરી ફરારી આરોપીને ઝડપી લેવા ખૂબ અનુભવી એવા એસ. ઓ.જી પીઆઇ આર.એસ. સુવેરાટીમને ખાસ કામગીરી સુપ્રત થયેલ.
જે સુચના અન્‍વયે એસ.ઓ.જી.ના એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ, એએસઆઈ જલુભાઈ મગનભાઈ, એએસઆઈ મો.મુનાફ ગુ.રસુલ, એચસી દામજીભાઈ ધનજીભાઈ, એચસી અશોકભાઈ લાભુભાઈ, એચસી ભરતભાઈ ગોપાળભાઈ, એચસી મહેન્‍દ્રભાઈ દિલીપસિંહ તથા એચસી અજયસિંહ રામદેવસિંહ નાઓ સુરત શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્‍યાન સાથેના એચસી દામજીભાઈ ધનજીભાઈ તથા એચસી અશોકભાઈ લાભુભાઈ નાઓને મળેલ બતામી આધારે સરથાણા જકાતનાકા યોગી ચોક પાસે મેરીટોન પ્‍લાઝા પાસેથી આરોપી વિપુલભાઈ રમણીકભાઈ રાખોલીયા ઉ.વ.૪૦ ધંધો- જમીન દલાલી રહે-૨૦૨ મિત્ર એપાર્ટમેન્‍ટ, રાજહંસ સ્‍વપ્‍ન, સરથાણા જકાતનાકા પાસે સુરત મુળ રહે. વાંકયા (ભાડ) તા. ખાંભા, જી- અમરેલીવાળાને ઝપડી પાડેલ છે.
મજકુર આરોપીની પુછપરછમાં તેણે ચોંકાવનારો ખુલાસો કરેલ જેમા જણાવેલ કે, પોતે જમીન દલાલીનો ધંધો કરતો હતો. પરંતુ ધંધો સારો ચાલતો ન હોય જેથી શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચે તેણે સુરત ખાતે રહેતા આરોપી ઈર્શાદભાઈ ઉર્ફે ઈસુ કાળુભાઈ પઠાણનાઓ સાથે મળી અન્‍ય લોકોના નામે લકઝરી બસ, ટ્રકોની બોગસ આર.સી.બુકો બનાવી તે બુકોના આધારે સને-૨૦૧૬માં સુરત સહારા દરવાજા પાસે આવેલ યશ બેંકની બ્રાંચમાંથી બોગસ ટ્રકોની આર.સી.બુકના આધારે રૂા.૮,૬૪,૭૧,૯૪૮/-ની લોન લઈ તે લોન ભરપાઈ નહી કરી બેંકને કરોડો રૂપિયાનો ચુનો ચોપડેલ હોવાની હકીકત જણાવેલ હતી. જે બાબતે સુરત શહેર ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ થયેલ હતો. જે ગુન્‍હામાં તેની સાથેનો ઈર્શાદભાઈ (ઈસુ કાળુભાઈ પઠાણ)નાઓ પકડાઈ ગયેલ અને પોતે આ ગુન્‍હામાં પોલીસથી બચવા નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી.

 

(3:00 pm IST)