Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજથી બે દિવસ તેલંગાણા રાજ્યની જડચર્લા વિધાનસભાના પ્રવાસે

૩૦ જૂન અને ૧ જુલાઇના રોજ જડચર્લા (તેલંગાણા)માં સંગઠન સંદર્ભે વિવિધ કાર્યક્રમો : તા. ૨-૩ જુલાઇથી હૈદરાબાદ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કાર્યકારીણીમાં હાજરી આપશે

રાજકોટ : પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજથી તેલંગાણા ખાતે ચાર દિવસના પ્રવાસે રવાના થયેલ છે. આજ રોજ  તેલંગાણા રાજયની જડચર્લા વિધાનસભા વિસ્તારમાં યોજાનારા વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમમાં હાજરી આપનાર છે.  આજરોજ ૩.૦૦ કલાકે જડચર્લા વિધાનસભા ખાતે તમામ મંડલના પદાધીકારીઓ, શક્તિ કેન્દ્રના ­ભારી, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, જીલ્લાના રાષ્ટ્રીય પદાધીકારીઅો સાથે યોજાનાર સંયુક્ત બેઠકમાં અને ત્યારબાદ તમામ મંડલના યુવા મોરચા અને મહિલા મોરચાના સદસ્યો સાથે યોજાયેલ બેઠકમાં હાજરી આપી આવતીકાલ તા. ૧ જુલાઇ, શુક્રવારના રોજ સવારે જડચર્લા વિસ્તારના સંઘ પરિવારના સદસ્યો સાથે મુલાકાત કરનાર છે. આ ઉપરાંત દિવસ દરમિયાન કિસાના મોરચાના સદસ્યો, અોબીસી મોર્ચાના સદસ્યો ઉપરાંત બુથ અધ્યક્ષો, મંડલના પ્રભારીઓ સાથે યોજાનાર બેઠકમાં હાજરી આપી માર્ગદર્શન કરનાર છે. ત્યારબાદ તા. ૨ જુલાઇ, શનિવારના રોજ સવારે સંત-મહંતો સાથે યોજનાર બેઠકમાં હાજર રહીને હૈદરાબાદ ખાતે બે દિવસની યોજાનાર રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં હાજરી આપશે.

(2:29 pm IST)