Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

સંવેદનશીલ વિસ્‍તારોમાં રેન્‍જ વડાઓને કેમ્‍પ રાખવા તાકીદની સૂચનાઓઃ આશિષ ભાટિયા

ધોળકા બાદ ઉદયપુરમાં પાકિસ્‍તાન કનેકશન ખુલવાના પગલે સ્‍ટેટ આઈબી રિપોર્ટ બાદ અમદાવાદ, ભાવનગર સહિતની રથયાત્રા માટે લોખંડી સુરક્ષા ચક્ર ‘અકિલા' સાથે મુ્‌ખય પોલીસ વડાની વાતચીત : અભયસિંહ ચુડાસમાને હિંમતનગર, વી.ચંદ્રશેખર પેટલાદ, નિલેશ જાજડિયા ભરૂચ અને અશોક કુમાર યાદવને ભાવનગર મુકામ રાખી અસામાજિક તત્‍વોને કન્‍ટ્રોલ કરવા જવાબદારી આપવામાં આવીઃ રથયાત્રા ઈતિહાસમાં પ્રથમ વખત આકાશી સુરક્ષાની ત્રણ લહેર, હેલિકોપ્‍ટરની ચકાસણી, હાથીઓ બીમાર કે પાગલ ન બંને તે માટે ખાસ મેડિકલ ટીમ દ્વારા ચકાસણી : રાજયના લો એન્‍ડ ઓર્ડર વડા નરસિહમા કોમાર દ્વાર અદ્‌ભૂત પ્‍લાનિંગ, વીજળીના ખુલ્લા વાયરો અંગે પણ સાવચેતી રાખવામાં આવી છે : સ્‍ટેટ આઈબી, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વિગેરે સાથે સંકલન કરી તમામ જિલ્લાઓમાંથી માહિતી એકત્ર કરી જે તે જિલ્લા અને શહેરની સંવેદનશીલતા ધ્‍યાને રાખી કેટલો પોલીસ ફોર્સ ફાળવવો તેની રણનીતિની જવાબદારી મુખ્‍ય પોલીસ

રાજકોટ, તા.૩૦:   રાજસ્‍થાનના ઉદેપુરની  હત્‍યાની ઘટના અને ધોળકાના કિશન ભરવાડની હત્‍યાની ઘટનામાં પાકિસ્‍તાની કનેકશન ખુલવાના પગલે પગલે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા તાકીદની વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા કાયદો વ્‍યવસ્‍થાની સમીક્ષા સાથે અમદાવાદની સહુથી મોટી રથયાત્રા તથા ભાવનગરની બીજા નંબરની રથયાત્રા સહિતની રથયાત્રાઓ માટે વિશેષ કાળજી રાખવા સૂચના ટોચના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી, જોકે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા તો પ્રથમથી જ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે કોમી એખલાસ વાતાવરણ જળવાઈ રહે તેવી કાર્યવાહી કરવા જે સૂચન કરેલ તેને અમદાવાદમાં અભૂતપૂર્વ સફળતા મળી છે.                                    
જોઇન્‍ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોધરી, મયંકસિંહ ચાવડા, ગૌતમ પરમાર અને ક્રાઇમ બ્રાન્‍ચ વડા પ્રેમવીર સિહ સાથે એડી.પોલીસ કમિશનર રાજેન્‍દ્ર અસારી દ્વારા એકતાના અને લોહીના રંગ એક, બન્‍ને કોમના યુવાનો વચ્‍ચે ક્રિકેટ ટુર્નામેન્‍ટ, બન્‍ને સમાજની યુવા ટીમ મુસ્‍લિમ બંધુઓના સાથ સહકારથી અદભૂત સહકાર વિગેરે સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલ.    
દરમિયાન રામનવમી યાત્રા સમયે કોમી વાતાવરણ બગાડવા જે પ્રયાસો થયેલ તે બાબત ધ્‍યાને રાખી વિવિધ સંવેદનશીલ શિલ વિસ્‍તારોમાં રેન્‍જ વડાઓ કેમ્‍પ રાખશે તેમ અકિલા સાથેની વાતચીતમાં મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા જણાવવામાં આવેલ.                     
 જે અંતર્ગત ગાંધીનગર રેન્‍જ આઇજી અભય સિહ ચુડાસમા હિંમતનગર કેમ્‍પ કરશે, અમદાવાદ રેન્‍જ વડા વી.ચંદ્ર શેખર પેટલાદ, નિલેશ જાજડિયા ભરૂચ અને ભાવનગરની ભૂતકાળની સંવેદનશીલતા ધ્‍યાને રાખી ભાવનગર રેન્‍જ વડા અશોક કુમાર યાદવ ભાવનગર કેમ્‍પ કરનાર હોવાની બાબતને મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા સમર્થન આપવામાં આવેલ.                                          
દરમિયાન સોશ્‍યલ મીડિયા પર ભડકાઉ પોસ્‍ટ પર ચાંપતી નજર રાખવા તમામ પોલીસ કમિશનર અને રેન્‍જ વડાઓને તેમના સાયબર સેલ મારફત કાર્યવાહી કરવા મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા તાકીદ કરવામાં આવી છે.                          
દરમિયાન સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ રથયાત્રામાં ૨૫ હજાર પોલીસ ફોર્સ, અર્ધ લશ્‍કરી દળો, મેઈન પાવર સાથે ડિજિટલ સર્વેલન્‍સનો અભૂતપૂર્વ સંગમ કરવામાં આવ્‍યો છે, આકાશમાં પ્રથમ વખત પેટ્રોલિંગ ત્રી સ્‍તરીય કરવામાં આવ્‍યું છે, દરમિયાન હેલિકોપ્‍ટર નિરીક્ષણ રિહર્સલ બાદ તેની ફરી ચકાસણી કરવામાં આવેલ .         
 સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, શરદ સિંઘલ,  ડીસીપી હર્ષદ મહેતા, ક્રાઈમ બ્રાન્‍ચ એસીપી આર.આર.સરવૈયા સહિતના અધિકારીઓ સક્રિય બન્‍યા છે અને ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે.

 

(10:44 am IST)