Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બાદ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી થયા કોરોના સંક્રમિત:ટ્વીટ કરી આપી જાણકારી

ટ્વીટ કરીને કહ્યું - મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી

અમદાવાદ : આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે હવે ગુજરાત સરકારના માર્ગ-મકાન, સિવિલ એવિયેશન અને ટૂરિઝમ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ કોરોના સંક્રમિત થયા છે. કેબિનેટ મંત્રીએ ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.

ગુજરાત સરકારના માર્ગ-મકાન, સિવિલ એવિયેશન અને ટૂરિઝમ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે નમસ્કાર, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે. તબિયત સારી છે. આપ સૌનો આભાર…

(12:23 am IST)