Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

અમિતભાઇ શાહ ફરી એક વખત ગુજરાતનાં મોંઘેરા મહેમાન બનશે : જગન્નાથ ભગવાનની રથયાત્રાનાં દિ વસે મંદિ રમાં મંગળા આરતી કરશે

ભગવાનની પૂજા-અર્ચના કર્યા બાદ વિ વિ ધ વિ કાસનાં કામોનુ લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે : ૭૫૦ બેડની હોસ્પીટલનુ ભૂમિ પૂજન કરશે

અમદાવાદ તા.૨૯ : ગુજરાત વિધાનસભાની ચુંટણી આવતાની સાથે જ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહયા છે. ત્યારે અમિતભાઇ શાહ ફરી એક વખત ગુજરાતની મહેમાન નવાઝી માણવા પરીવાર સાથે આવશે. જેમાં તેઓ આવતીકાલે અમદાવાદમાં જગન્નાથ ભગવાનનાં પરીવાર સાથે દર્શન કરશે. અને સવારે મંગળા આરતીમાં જોડાશે. જે બાદ વિ વિ ધ લોકાર્પણ અને ખાતમુહૂર્તનાં કર્યક્રમોમાં ભાગ લેશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે એટલે કે 30 જૂને સાંજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવશે. 1 જુલાઇએ રથયાત્રાના દિવસે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરશે. તેઓ રથયાત્રાના દિવસે એટલે કે 1 જુલાઇએ સવારે 4 વાગે પરંપરાગત રીતે મંગળા આરતીના સમયે પહોંચશે અને પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં જોડાશે.

રથયાત્રાના દિવસે સવારે 9 વાગે અમિત શાહ કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં જ તેઓ 750 બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન પણ કરશે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે હાજર રહેશે. ત્યારબાદ રૂપાલ ગામમાં કેન્દ્રિય ગૃહમંત્રીની રજત તુલા થશે અને ત્યાં જ અમિત શાહ જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ વાસણ ગામમાં શાહ તળાવનું ભૂમિપૂજન કરશે અને સાંજે અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હત કરશે.

મહત્વનું છે કે આ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયા ટેન્ટસિટી માં બે દિવસની ફોરેન્સિક સાયન્સની કોન્ફરન્સ યોજાઈ હતી.જેમાં અમિત શાહ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં દેશમાં ફોરેન્સિક લેબને કેવી રીતે અદ્યતન બનાવાય તે મુદ્દા પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. નવી ટેકનોલોજીથી ગુના કઈ રીતે ઉકેલી શકાય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બાબતો પર પણ મુખ્ય ચર્ચા થઈ હતી. વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે શાળા કોલેજમાં વિષય તરીકે સામેલ કરવાની પણ વાત થઈ હતી. દેશના રાજયકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રા, 13 સાંસદો અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

(12:04 am IST)