Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

રાજપીપળાથી રામગઢને જોડતા પુલનાં પીલ્લરનું કામ મહિનાઓ બાદ પણ પૂરું ન થતાં મોટા વાહનો બંધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં ઘણા વિકાસના કમો થાય છે પરંતુ આ કામોમાં ગુણવત્તા બાબતે ખાસ કોઈ ધ્યાન ન અપાતા થોડાજ સમયમાં તેમાં ખામી આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાકટર કે અધિકારી આ બાબતે કોઈજ દરકાર ન રાખતા કરોડો નો ખર્ચ જાણે નકામો જતો જણાઈ છે
રાજપીપળા થી રામગઢ ને જોડતા પુલ બન્યાના થોડાક મહિનાઓ માં જ એક પીલ્લર બેસી જવાની ઘટના બની ત્યારબાદ મહિનાઓ સુધી આ પુલ અવર જવર માટે બંધ કરાયો છે હાલમાં ગોકળ ગાય ની ગતિએ ચાલતા પીલ્લર નાં કામ નાં કારણે વાહન વ્યવહાર બંધ છે છતાં જોખમી રીતે ટુ વ્હીલર લઇને લોકો પસાર થાય છે પરંતુ મોટા વાહનો સદંતર બંધ હોય કરોડોના ખર્ચે બનેલા આ પુલ જાણે મતલબ વગર જ બનાવાયો હોય તેમ જણાય છે માટે સત્વરે આ પુલ નું કામ પૂર્ણ કરી દરેક વાહનો માટે ખુલ્લો મુકાઈ તેવી લોકો આશા રાખી રહ્યા છે .
આ બાબતે માર્ગ મકાન વિભાગના ઇજનેર નાં જણાવ્યા મુજબ પીલ્લર નું નીચેનું કામ થયું છે પરંતુ ઉપરની ડિઝાઇન આવશે ત્યારબાદ કામગીરી આગળ વધશે લગભગ ત્રણેક મહિના જેવો સમય હજુ લાગશે

(10:42 pm IST)