Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

રાજપીપળા પોલીસે વણઝર ગામના ખેતરના ઉકરડામાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો,આરોપી ગેરહાજર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસ તા.29 જુનના રોજ પ્રોહીબીસન તપાસમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે વણઝર ગામમાંથી ઈંગ્લીશ દારૂનો મુદામાલ ઝડપી પાડ્યો હતો
.પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પોલીસે બાતમીના આધારે નાંદોદ તાલુકાના વણઝર ગામમાં છાપો મારતા કિરણભાઈ દાદલા ભાઈ વસાવા તેના કબ્જામાના ખેતરમાં છાણાના ઉકરડામાં સંતાડેલ વિદેશી દારૂના કવાટર નંગ -૨૪ કિ.રૂ. ૨૪૦૦ પોલીસને મળી આવ્યા હતા,જોકે કિરણ વસાવા મળી ન આવતા પોલીસે દારૂનો મુદામાલ જપ્ત કરી કિરણ વિરુદ્ધ પ્રોહીબીસન નો ગુનો દાખલ કર્યો છે.

(10:26 pm IST)