Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦ ના પરિણામથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ :જિલ્લામાં કુલ ૭,૪૭૫ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું .

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦નું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી  જોવા મળી છે.
 કોરોના કાળ દરમ્યાન વિદ્યાર્થીઓને કોરોના નું સંક્રમણ ન લાગે તે માટે ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. જેમાં તારીખ ૩૦/૦૬/૨૧ ના રોજ સમગ્ર ગુજરાતના ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું જેમાં નર્મદા જિલ્લામાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતા કુલ ૭,૪૭૫ વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માસ પ્રમોશન આપતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે. જોકે માસ પ્રમોશન આપવાથી વિદ્યાર્થીઓને જિલ્લામાં કે જિલ્લા બહાર ધોરણ ૧૧ માં આર્ટ્સ કોમર્સ સાયન્સ કઈ ફેકલ્ટીમાં પ્રવેશ લેવો એ પ્રશ્ને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ અસમંજસમાં મુકાયા છે.

(10:09 pm IST)