Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કર્મચારીએ બે યુવતીઓને જોઇને અશ્લીલ હરકત કરી

વલસાડના પારડી તાલુકાના ટુકવાડાની ઘટના : યુવતીઓને જોઈ તેમની સામે અશ્લિલ હરકતો કરતા ડઘાઇ ગયેલી આ બંને યુવતીઓએ પરિવારજનોને જાણ કરી હતી

વલસાડ,તા.૩૦ : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડામાં આવેલા જાણીતા એક રેસિડન્સી પ્રોજેક્ટનાં એક કર્મચારીએ યુવતીઓની સાથે અશ્લીલ હરકતો કરી હોવાની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જે બાદ આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ટુકવાડા માં આવેલું  આ પ્રોજેક્ટ જિલ્લાનો વૈભવી લાઈફસ્ટાઈલ ધરાવતો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. જેમાં લાખો રૂપિયા ખર્ચીને માલેતુજારોએ બંગલો અને પ્લોટ બૂક કરાવ્યા છે. ત્યારે સુરતથી  એક પરિવાર આ રેસિડેન્સીમાં રોકાવા આવ્યોં હતો. આ પરિવારની બે દીકરીઓ રેસિડેન્સીના સ્વિમિંગ પુલ નજીક ફરવા  નીકળી હતી. એ વખતે જ આ પ્રોજેક્ટમાંં કામ કરતા પંકજ નામના એક કર્મચારીએ  યુવતીઓને જોઈને તેમની સામે અશ્લિલ હરકતો કરી હતી. વારંવાર યુવતીઓને જોઈ તેમની સામે અશ્લિલ હરકતો કરતા ડઘાઇ ગયેલી આ બંને યુવતીઓએ તેમના પરિવારજનોને જાણ કરી હતી.

 આથી પરિવારજનોએ પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ  પારડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.આથી વૈભવી લાઈફસ્ટાઈલ ધરાવતા આ પ્રોજેક્ટના કર્મચારી દ્વારા યુવતીઓ સાથે કરવામાં આવેલી અશ્લીલ  હરકતો અંગે પારડી  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આથી પોલીસે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને  યુવતીઓ સામે અશ્લિલ હરકતો કરનાર પંકજ નામના કર્મચારીની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ રેસિડેન્સીનું નામ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યું છે. ત્યારે ફરી એક વખત આ ટાઉનશિપના ચેક કર્મચારીએ  મેમ્બર પરિવારની જ  યુવતીઓ સાથે કરેલી આ અશ્લીલ હરકતોનો મુદ્દો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચતા  મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મહત્વપૂર્ણ છેેેેે કે, આ પ્રોજેક્ટમાં ૨૪ કલાક સિક્યુુરિટી રહે છે. તથા અંદર તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જજ છે ત્યાર આ વૈભવી પ્રોજેક્ટમાં પણ ચાલતી આવી અશ્લીલ હરકતો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચતા મામલો ગરમાયો છે.

(9:06 pm IST)