Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

યૂપી ધર્મ પરિવર્તનના તાર અમદાવાદ સુધી લંબાયા : હવાલાથી મોકલાતા રૂપિયા : સલાઉદ્દીન ધરપકડ

યૂપી પોલીસ આરોપીને લેવા અમદાવાદ આવી પહોંચી

ઉત્તર પ્રદેશમાં ધર્માતરણની ઘટનાનો ખુલાસો થયા બાદ તપાસ એજન્સીઓ સજાગ થઈ ગઈ છે. છેલ્લા 7 મહિનાની અંદર ધર્માતરણના રેકોર્ડને જોઈએ તો આ દરમિયાન લગભગ 50 કેસ નોંધાયા છે. આમાંથી મોટાભાગના કેસ મેરઠ અને બરેલીમાં નોંધાયા છે. મેરઠમાં આ 7 મહિનાની અંદર ધર્માતરણના 12 કેસ નોંધાયા છે, જ્યારે બરેલીમાં 10 FIR નોંધાઈ છે. રાજ્ય સરકારે ગત વર્ષે 27 નવેમ્બરના રોજ બળજબરીથી ધર્માંતરણ પર રોક લગાવવા 'Prohibition of Religion Ordinance-2020' લાગુ કર્યો હતો. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં બળજબરીથી ધર્મ પરિવર્તનની ફરિયાદો મળતાં પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે. ત્યારે હવે ધર્મ પરિવર્તન મામલે અમદાવાદથી એકની ધરપકડ કરવામાં આવી છે.

બહુચર્ચિત ધર્મ પરિવર્તન કેસના તાર હવે અમદાવાદ સાથે જોડાયા છે. સલાઉદ્દીન નામના આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો છે. ATSએ સલાઉદ્દીન નામના આરોપીની ધરપકડ કરી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, આરોપી અમદાવાદથી રૂપિયા મોકલતો હતો અને હવાલાથી રૂપિયા ટ્રાન્સફર કરાયાની વિગતો સામે આવી છે. મિરઝાપુર કોર્ટમાં આરોપીને રજૂ કરાયો હતો જેની સામે યૂપીમાં ગુનો દાખલ થયો હતો. હાલમાં યૂપી પોલીસ આરોપીને લેવા અમદાવાદ આવી પહોંચી છે. દિલ્હી, હરિયાણાથી પણ 5થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ વિદેશથી પણ 50 લાખથી વધુની રકમ મંગાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ કેસમાં 130 આરોપીઓના નામ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 78ની ધરપકડ કરવામાં આવી છે. પાંચ આરોપીઓએ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. જ્યારે 25 હજુ ફરાર છે. આ પ્રકારના 22 કેસોમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. પોલીસ 25 કેસમાં તપાસ કરી રહી

(8:52 pm IST)