Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં મોબાઈલ ટાવર ભાડે આપવાની લાલચ આપી પોલીસીના બહાને 3.64 લાખની છેતરપિંડી આચરનાર સાત વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અજય માળી મકરપુરા જીઆઈડીસીમાં ગણેશ એન્ટરપ્રાઇઝ નામે કંપની ધરાવે છે વર્ષ 2020 દરમિયાન તેમને અલગ-અલગ મોબાઈલ નંબર ઉપરથી વાતચીત કરી ટાટા ડોકોમો કંપનીનો ઈન્ટરનેટ ટાવર લગાડવા માટે સારૂ ભાડુ અપાવવાની લાલચ આપી અને ભવિષ્યમાં સારૂં વળતર મળે એ માટે મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી કરાવવાના બહાને ફરિયાદીના બેંક ખાતામાંથી ટુકડે ટુકડે 3.64 લાખ ટ્રાન્સફર કરાવી ભેજાબાજોએ છેતરપિંડી આચરી હતી ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે સાત શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:54 pm IST)