Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમાં ચાર સંતાનની માતાને કામના બહાને બહાર બોલાવી અશ્લીલ હરકત કરનાર નરાધમને પતિએ ઝડપી પોલીસ હવાલે કર્યો

સુરત: શહેરના અમરોલી-કોસાડ વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતાને કામના બહાને ઘરની બહાર બોલાવી અશ્લીલ હરકતો કરનાર એમ્બ્રોડરી કારીગરને પતિએ રંગેહાથ ઝડપી પાડી માર મારી અમરોલી પોલીસને હવાલે કર્યો હતો.
અમરોલી-કોસાડ રોડ વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતા રમીલા (ઉ.વ. 24 નામ બદલ્યું છે) ને પાંચેક દિવસ અગાઉ પરિચીત એવા રાકેશ જગદીશ રાજભર (ઉ.વ. 26 રહે. 217, નીચલી કોલોની, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની બાજુમાં, તાડવાડી, છાપરાભાઠા અને મૂળ. કોટીયા, પોસ્ટ. ઉપરવારથાના, કમસેઠી, તા. સેવાપુરી, જિ. બનારસ, યુ.પી) એ કામના બહાને ઘરની બહાર બોલાવી હતી. જયાં રાકેશે રમીલાનો હાથ પકડી કીસ કરવાની સાથે અશ્લીલ હરકતો કરી હતી. આ અરસામાં જ રમીલાનો પતિ આવી પહોંચતા રાકેશને રંગેહાથ ઝડપી પાડી માર માર્યો હતો. જેને પગલે રાકેશ ત્યાંથી ભાગી ગયો હતો. ઘટના અંગે રમીલાએ ગત રાત્રે અમરોલી પોલીસ સ્ટેશનમાં રાકેશ વિરૂધ્ધ છેડતીની ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે એમ્બ્રોડરી કારખાનામાં નોકરી કરતા રાકેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:54 pm IST)