Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સુરતના રિંગરોડ નજીક પાલનપોરના વેપારી પાસેથી પિતા-પુત્રએ એડવાન્સ 1.54 કરોડ લઇ યાર્ન નહીં આપી છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના રીંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટમાં દુકાન ધરાવતા પાલનપોરના વેપારી પાસેથી સેલવાસમાં 10 જુદાજુદા નામે પેઢી-કંપનીઓ ધરાવીએ છીએ, એડવાન્સ પેમેન્ટ આપશો તો ફાયદો થશે કહી વેસુમાં રહેતા પિતા-પુત્રએ એડવાન્સ રૂ.1.54 કરોડ લઈ યાર્ન નહીં આપી છેતરપીંડી કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાલનપોર ગામ સ્થિત સાંઈમિલન રેસિડન્સી સી/2/504 અને ઓલપાડના કુડસદ રોડ સ્થિત રુદ્રાક્ષ રેસિડન્સી બી-304 માં રહેતા 45 વર્ષીય પવનકુમાર કેદારનાથ શર્મા રીંગરોડ મીલેનિયમ માર્કેટ-1 ઇ/4209-10 માં યુનિવર્સલ ટેક્ષટાઇલના નામે છેલ્લા ત્રણ વર્ષથી યાર્નનો વેપાર કરે છે. પવનકુમાર તે પહેલા યાર્નની દલાલી કરતા હતા ત્યારે એક લગ્નપ્રસંગમાં યાર્નનો વેપાર કરતા પિતા-પુત્ર પ્રહલાદભાઇ અગ્રવાલ-નવરત્ન પ્રહલાદભાઇ અગ્રવાલ 9 બંને રહે.એ-01, શિવકાર્તિક એપાર્ટમેન્ટ, વેસુ, સુરત ) ના સંપર્કમાં આવ્યા હતા. પવનકુમારે યાર્નનો વેપાર શરૂ કર્યો છે તેવું જાણતા પિતા-પુત્ર ઓગષ્ટ 2019 માં તેમની દુકાને આવ્યા હતા અને અમે સેલવાસમાં 10 જુદાજુદા નામે પેઢી-કંપનીઓ ધરાવીએ છીએ, એડવાન્સ પેમેન્ટ આપશો તો ફાયદો થશે તેમ કહ્યું હતું.

(5:52 pm IST)