Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સુરતના સચિન-લાજપોરમાં મૃતક મહિલાના નામે બોગસ એટર્ની બનાવી પ્લોટ પચાવી પાડવાનું કારસ્તાન રચનાર 6 વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના સચિન-લાજપોરમાં મૃતક મહિલાના નામે બોગસ પાવર ઓફ એર્ટની બનાવી પ્લોટ પચાવી પાડવાનો કારસો રચનાર જમીન દલાલ અને બુરખાધારી મહિલા સહિત 6 વિરૂધ્ધ સચિન પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે.
સગરામપુરા કાછીયા શેરીના માળી ફળીયામાં ઘર નં. 2/2879 માં રહેતા વૃધ્ધ લીયાક્તઅલી છોટુભાઇ શેખ (ઉ.વ. 69) ની અપરિણીત બહેન સાબેરાબીબી છોટુભાઇ શેખ (ઉ.વ. 72) એ પોતાના વૃધ્ધત્વના નિર્વાહ માટે સચિન-લાજપોરના રેવન્યુ સર્વે નં. 956 અને 957-1 વાળી બિનખેતીની જમીનમાં પ્લોટ નં. 93 વર્ષ 1997માં વેચાણ દસ્તાવેજથી ખરીદયો હતો. વૃધ્ધત્વના કારણે તબિયત સારી નહીં રહેતી હોવાથી સાબેરાબીબીએ જાન્યુઆરી 2015માં પ્લોટનું વીલ નામું લીયાક્તઅલીના નામે કરી આપ્યું હતું. ફેબ્રુઆરી 2015માં સાબેરાબીબીનું મૃત્યુ થતા પ્લોટના માલિક વીલના આધારે પ્લોટની લીયાક્તઅલી બન્યા હતા. પરંતુ ઓક્ટોબર 2019માં જમીન મેહસુલમાંથી 135 ડી નોટીસ આવતા લીયાક્તઅલી ચોંકી ગયા હતા અને તેમણે તુરંત જ વાંધા અરજી આપવાની સાથે તપાસ કરી હતી. જેમાં મો. હનીફ યાકુબ પટેલે સાબેરાબીબીની બોગસ પાવર ઓફ એર્ટનીના આધારે પ્લોટ નિલેશ જશવંત મોદીને વેચાણ દસ્તાવેજ કરી આપ્યાનું અને તેમાં સાક્ષી તરીકે એમ.એમ. ખલીલ અને યુસુફ પટેલે સહી કરી હતી. જયારે રાજુ મરાઠી નામના દલાલ હસ્તક બુરખાધારી મહિલાએ સાબેરાબીબી તરીકેની ઓળખ આપી પ્લોટ પચાવી પાડવાનો ખેલ કર્યો હોવાનું જાણવા મળતા આ તમામ વિરૂધ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

(5:50 pm IST)