Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ખેડા શહેરમાં કોમ્પ્લેક્ષમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 6 શકુનિઓને ઝડપી પાડયા

ખેડા:શહેરના એક કોમ્પલેક્ષ પાસે ચાલતા જૂગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. ખેડા સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી. 

 તે સમયે બાતમી મળી હતી કે ખેડા શહેરના અંબીકા કોમ્પલેક્ષ સામે આવેલ રીક્ષા સ્ટેન્ડ નજીકના ગલ્લા પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ પોતાના અંગત ફાયદા માટે હારજીતનો જૂગાર રમી રહ્યા છે. જે અનુસંધાને સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. જેમાં જાવેદહુસેન બીસ્મીલ્લામીયા શેખ, આસીફમીયા ગનીભાઇ શેખ,સબ્બીરહુસેન અબ્દુલરહીમ શેખ,નુરમહંમદ મહેબુબભાઇ મલેક, ફેજલભાઇ ફારૂકભાઇ વ્હોરા અને રીયાઝભાઇ સફીમહંમદ વ્હોરાને ઝડપી પાડયા હતા. ઉપરોક્ત વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂા.૩૪૯૦ અને દાવ પરથી રૂા.૨૪૨૦ એમ મળી કુલ રૂા.૫૯૧૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. 

(5:49 pm IST)