Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોઢુકા ગામે પેરોલ રજા પર છૂટેલ યુવાને ઝાડ પર લટકી મોતને વ્હાલું કરતા ચકચાર

સાબરકાંઠા:જિલ્લાના તલોદ તાલુકાના મોઢુકા ગામના ૨૬ વર્ષની વયના એક યુવાને જેલમાંથી મળેલ પેરોલ રજા દરમિયાન તાલુકાના પુંસરી ગામના ખેત સીમાડાના કણજીના ઝાડ ઉપર દુપટ્ટાના સહારે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. કલાકો સુધી તેની લાશ કણજીના ઝાડ ઉપર લટકતી રહી હતી... જેની જાણ આજે પંથકમાં થવા પામી હતી. ઘટના સ્થળે દોડી પહોંચેલી તલોદ પોલીસે યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ જારી રાખેલ છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોપડી ગામનો મૂળ રહેવાસી ધર્મેન્દ્ર ભૂપતસિંહ રાઠોડ ઉર્ફે પન્ટુ (ઉ.વ. ૨૬) કેટલાક વર્ષોથી સાબરકાંઠાના તલોદ તાલુકાના મોઢુકા ગામમાં રહેતા તેના માસા દિલીપસિંહ બાલુસિંહ મકવાણાને ત્યાં આવી વસ્યો હતો. કેટલાક વર્ષ પહેલાં તે ગામની સગીરા સાથેના સંપર્કો અને એક તરફી સંબંધોમાં પોકસોનો આરોપી બન્યો હતો જેની સામે થયેલ પોલીસ ફરિયાદ અન્વયે તેની સામે કેસ ચાલતાં તે ''પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ ઃ ૨૦૧૨'' અંતર્ગત ગુનેગાર બનતાં સાબરમતી જેલમાં હતો. સાબરમતી જેલની સજા દરમ્યાન સમયાંતરે મળતી પેરોલ રજા અન્વયે મનાય છે કેતે મોઢુકા પેરોલ ઉપર આવ્યો હતો.

કણજીના ઝાડની ડાળખીએ લટકી જઇને મોતને વ્હાલુ કરી લેનાર યુવાન પિન્ટુના મા-બાપ નહીં હોવાથી તે મોઢુકા ગામે માસાને ત્યાં રહેતો હતો. જે નાબાલીક સગીરાના કથિત યૌન શોષણના ગુનામાં ''પોકસો'' અંતર્ગત આખરે જેલમાં ધકેલાઇ ગયો હતો. ગળાફાંસો ખાઇ લેતા મનાય છે કેરાતભર કણજીના વૃક્ષ નીચે લટકતો રહ્યો હતો. તેના શરીર ઉપર અન્ય કોઇ ઈજાઓના નિશાન નહીં હોવાથીપ્રાથમિક તબક્કે તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું જ અનુમાન કરીને પોલીસે તપાસ જારી રાખી છે.

(5:35 pm IST)