Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ગોધરા રેલ્‍વે સ્‍ટેશન ઉપર શંકાસ્‍પદ શખ્‍સની ધરપકડઃ બેગ ખોલતા સોના-ચાંદીના દાગીના સહિત રૂા.1.12 કરોડનો મુદ્દામાલ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી

ગોધરા: રેલવે પોલીસે બે રહસ્યમય અને શંકાસ્પદ બેગો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. શંકાસ્પદ બે બેગ માંથી લાખોની કિંમતના  સોનાના દાગીના અને રોકડ સહીત 1.12 કરોડનો મુદ્દામાલ રેલવે પોલીસે કબજે લીધો છે. ગોધરા સ્ટેશન પરથી પસાર થતી પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુસાફર પાસેથી  શંકાસ્પદ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી આવી  અમૃતસરથી મુંબઈ તરફ જઈ રહેલ પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફર પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડ અને સોનાના દાગીના મળી આવ્યાની ઘટના સામે આવતા રેલવે પોલીસ પણ ચોંકી ઉઠી છે.

મુસાફર પાસેથી રૂપિયા ૭૭.૭૭ લાખની રોકડ તેમજ ૩૪ લાખના સોના ચાંદીના દાગીના સહિત ૧.૧૨ કરોડનો શંકાસ્પદ હાલતમાં મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે હાલ મુસાફરની અટકાયત કરી રોકડ રકમ અને દાગીના ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં લઇ જવામાં આવી રહ્યા હતા તે દિશા માં તપાસ હાથ ધરી છે. જો કે ઝડપાયેલ ઇસમ હરિયાણા રાજયનો પંચઝોલા,સેકટર/૨૧ નો પીયૂષભાઈ વિષ્ણુભાઈ ગર્ગ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જો કે નાણા તે ક્યાંથી લાવ્યો અને ક્યાં લઇ જઇ રહ્યો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

અમૃતસરથી મુંબઈ તરફ જઈ રહેલ પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફર પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા છે. પરંતુ આ મુસાફર ક્યાંથી બેઠો તે અંગે કોઇ પુરતી માહિતી નથી. હાલ તો પોલીસ દ્વારા મુસાફર પાસેથી રૂપિયા ૭૭.૭૭ લાખની રોકડ તેમજ ૩૪ લાખના સોના ચાંદીના દાગીના સહિત ૧.૧૨ કરોડનો શંકાસ્પદ હાલતમાં મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે હાલ મુસાફરની અટકાયત કરી રોકડ રકમ અને દાગીના ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં લઇ જવામાં આવી રહ્યા હતા તે દિશા માં તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)