Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ : ૧૦ જુલાઈએ ધ્વજારોહણ - નેત્રોત્સવવિધિમાં સી.આર.પાટીલ સામેલ થશેઃ ત્યારબાદ અમિતભાઈ પણ સહપરિવાર આવશે

૨૧ જુલાઈએ અમદાવાદ ખાતે ઐતિહાસિક રથયાત્રા નીકળશે ત્યારે ૧૦ જુલાઈના યોજાનાર ધ્વજારોહણ અને નેત્રોત્સવ વિધિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજરી આપશે તેમ જાણવા મળે છે : મંદિરના ટ્રસ્ટ દ્વારા તેમને નિમંત્રણ આપવામાં આવ્યુ હતું. રથયાત્રાને લઈને મંદિરમાં તૈયારીઓ શરુ થઈ ગઈ છે. જગન્નાથજીના મંદિરના સેવકો અને ટ્રસ્ટીઓ તથા મહંત પૂ. દિલીપદાસજીએ કોરોના વેકસીન મૂકાવી લીધી છે. રથયાત્રા દરમિયાન રથ ખેંચનાર ખલાસીઓને પણ વેકસીન લઈ લેવાનું કહેવામાં આવેલ. રથયાત્રા નીમીતેના ૧૨૦ ખલાસીઓનું લીસ્ટ મંદિર દ્વારા મંગાવવામાં આવ્યુ છે. નેત્રોત્સવ વિધિ માટેની તૈયારીઓ અમદાવાદ ખાતે મંદિરમાં શરૂ થઈ ગઈ છે. ૧૨મી તારીખે આરતીમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહપરિવાર ભાગ લેશે તેવુ પણ જાહેર થયુ છે. આમ, ૨૨ જુલાઈએ રથયાત્રા નીકળે તેવી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જો કે વિજયભાઈ રૂપાણીએ કહ્યુ છે કે સ્થિતિ અને સંજોગો પ્રમાણે નિર્ણયો લેવામાં આવશે. દરમિયાન રથયાત્રા કાઢવા બાબતે ગુજરાત કોર્ટમાં કેટલીક રીટપીટીશન થયાનુ પણ જાણવા મળે છે.

(4:37 pm IST)