Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ગાંધીનગર, માણસા, કલોલ અને દહેગામનાં સામાજીક અને રાજકીય આગેવાનો ગાંધીનગર જીલ્લા આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે 'આપ' માં જોડાયા

રાજકોટ તા. ૩૦ :.. ગાંધીનગર જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર જીલ્લા કાર્યાલય ખાતે પક્ષમાં ગાંધીનગર, માણસા, કલોલ અને દહેગામ એમ જીલ્લાના ચારે તાલુકાના આગેવાનો જેમને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સંમત થઇ વિચારધારા સાથે જોડાવા માટે આજે ગાંધીનગર ખાતે જીલ્લા કાર્યાલયે સામાજીક અને રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં.

આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન અમદાવાદ ઝોન સંગઠન મંત્રીશ્રી હસમુખભાઇ પટેલ, ગાંધીનગર જીલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઇ પટેલ, મહામંત્રીશ્રી રણવીરસિંહ, ઉપપ્રમુખશ્રી સુનિલભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી સુરેશભાઇ પટેલ, જીલ્લા યુવા પ્રમુખશ્રી વિશ્વજીતભાઇ દેસાઇ, શહેર પ્રમુખશ્રી જીતેન્દ્રભાઇ, શહેર યુવા પ્રમુખશ્રી મુકેશભાઇ ચૌધરી વગેરે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ માણસાથી ઘનશ્યામભાઇ ચૌધરી અને તેમની ટીમ, દેહેગામથી ઉપેન્દ્રભાઇ પટેલ અને તેમની ટીમ, કલોલથી સુરેશભાઇ તથા નિલેશભાઇ અને તેમની ટીમ જીલ્લાના દરેક તાલુકામાંથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.

આ કાર્યક્રમ દરમ્યાન આમ આદમી પાર્ટીમાં જોડાયેલ આગેવાનો (૧) કલ્પેશ ઇશ્વરભાઇ પટેલ કુડાસણ -ગાંધીનગર પ્રમુખ સમસ્ત રપ ગામ કડવા પાટીદાર સમાજ તથા મે. ટ્રસ્ટી વેદમાતા ગાયત્રી મંદિર માણસા, (ર) ભટ્ટ રાજેશકુમાર શાંતિલાલ  ગાંધીનગરના અગ્રણી વેપારી અને સામાજીક કાર્યકર તથા સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર સંગઠનમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. (૩) જે. ડી. પટેલ કે ઓ જેઓ પ્રગતી ફાઉન્ડેશનમાં વાઇસ ચેરમેન તરીકે  દિવ્યાંગ બાળકો અને એચ. આઇ. વી. બાળકોની હોસ્ટેલ થકી સેવા આપી  રહયા છે (૪) પાર્થ જશુભાઇ પટેલ સામાજીક યુવા કાર્યકર અને બિલ્ડર ગાંધીનગર (પ) પટેલ અમૃતભાઇ પાટીદાર આગેવાન અને ગેજીયાના પૂર્વ ચેરમેન, અગ્રણી ઉદ્યોગપતી (૬) ચૌધરી ભુમિક વરવાભાઇ ગામ હાલીસા, તા.દહેગામ જી.ગાંધીનગર (૯) રાઠોડ આસીકહુસૈન અબ્બાસમીયા ગામ છાલા તા.જી.ગાંધીનગર (૧૦) પટેલ વિષ્ણુભાઇ કોલવાડા તા.જી.ગાંધીનગર (૧૧) જયદિપભાઇ સુથાર માણસા (૧૨) વિશ્વજીતસિંહ ભુપેન્દ્રસિંહ સિસોદીયા દહેગામ (૧૩) રિંકેન વસંતભાઇ અમીન દહેગામ (૧૪) મલેક મહમદ ઝુબેર ગુલામ મહમદ, દહેગામ (૧પ) પિયુષ એમ.પરમાર (૧૬) ધમેસ્શ એમ પરમાર (૧૭) દિવાન મુનાફ (૧૮) મેહુલ એસ.શ્રીમાળી (૧૯) પારસ્કર હાર્દિક (૨૦) ગોહીલ જગદીશકુમાર નરોત્તમભાઇ - અનોડીયા (૨૧) રાઠોડ વિક્રમસિંહ - અનોડીયા (૨૨) રાઠોડ કાળુસિંહ વાલસિંહ- ખડાત અંબાજીપુરા (૨૩) રાઠોડ અરવિંદ - ખડાત અંબાજીપુરા (૨૪) રાઠોડ અશોકસિંહ પોપટસિંહ - ખડાત અંબાજીપુરા (૨પ) રાઠોડ કેશવસિંહ- ખડાત અંબાજીપુરા (૨૬) રાઠોડ જૈમેન્દ્રસિંહ - ખડાત અંબાજીપુરા (૨૭) ચિરાગભાઇ- ચિલોડા

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુનિલભાઇ પટેલ, વિશ્વજીત દેસાઇ, ગુંજન પ્રજાપતી, પાર્થ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું.

(4:14 pm IST)