Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ગુજરાતના રાજકારણમાં મોટી નવાજૂનીનાં એંધાણ : કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીના સંપર્કમાં !!

પાર્ટીમાં અનિર્ણાયકતાને લઈને કોંગ્રેસ નેતા નારાજ: નેતૃત્વ મુદ્દે નેતાઓમાં નારાજગી: કેટલાયે સામેથી સંપર્ક કર્યાની ચર્ચા : નેતાઓ કારકિર્દી બચાવાના મૂડમાં

અમદાવાદ : ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં મોટી નવા જુનીના એંધાણ વર્તાઈ રહ્યાંની ચર્ચા જાગી છે કોંગ્રેસના સૌરાષ્ટ્રના ધારાસભ્યો આપના નેતાઓના સંપર્કમાં આવી રહ્યાની માહિતી સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે અસમંજસની પરિસ્થીતી છે. જેના કારણે નેતાઓમાં નારજગી જોવા મળી રહી છે.

 કોંગ્રેસમાં સતત અનિર્ણાયકતાને લઈને સીનિયર નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. પહેલા તો કોંગ્રેસને ભાજપ સામે પડકાર રહેતો હતો. પરંતુ આ વખતની ચૂંટણીમાં કોંગ્રસને આપ સામે પણ પડકારો મળી રહ્યા છે.

 

જોકે આ બધા વચ્ચે રાજ્યમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. જેથી આપના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના અમુક નેતા સામેથી આપનો સંપર્ક સાંધી રહ્યા છે.

  2022ની ચૂંટણીની તૈયારીઓ દરેક પાર્ટી દ્વારા શરૂ કરી દેવાઈ છે. જેથી કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પહેલા હવે પોતાની કારકિર્દી બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીમાં અનિર્ણાયકતાને લઈને સિનિયર નેતાઓમાં નારજગી જોવા મળી રહી છે. જેથી હવે ગુજરાત કોંગ્રેસમાં ચિંતાના વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.

(1:18 pm IST)