Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મેગાસિટીમાં આરટીઓના ડ્રાઇવિંગ ટ્રેક પર ટેસ્ટનો સમય સવારે ૭.૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી કરવા માંગ

વેઇટિંગ પિરિયડ વધીને દોઢથી બે મહિનાનો થઇ ગયો હોવાથી સમય વધારવા વિચારણા

અમદાવાદ :રાજયના મેગા સીટી રાજકોટ , સુરત, વડોદરા અને અમદાવાદ આરટીઓમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય સવારે ૭.૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી કરવાની માંગ કરાઈ છે . સામાન્ય રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો સમય સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધીનો છે. પરંતુ કોરોના લીધે આ મહાનગરોમાં ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટનો વેઇટિંગ પિરિયડ વધીને દોઢથી બે મહિનાનો થઇ ગયો હોવાથી ટેસ્ટ ટ્રેકનો સમય વધારવા તંત્રે નિર્ણય લેવા વિચારી રહી છે .

ડ્રાઇવિંગ ટેસ્ટ પર વેઇટિંગ પિરિયડ વધતાં વાહન વ્યવહાર વિભાગે દરરોજ બમણાં ટેસ્ટ લેવાનું વિચારી ટ્રેકના સમયમાં વધારો કરવા નિર્ણય લીધો છે. ત્યારે કર્મચારીઓના પર કામનું ભારણ નહીં વધે તે માટે બે શિફટમાં કામગીરી કરાશે.

પહેલી શિફટમાં સવારે ૭.૩૦થી ૨ વાગ્યા સુધી અને બપોરે ૨.૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી બીજી શિટમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેકટરો ફરજ બજાવશે.ત્યારે કર્મચારીઓના પર કામનું ભારણ નહીં વધે તે માટે બે શિટમાં કામગીરી કરાશે.

તમામ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પરના કેમેરાથી માંડીને તમામ પ્રકારના સાધનો જૂના છે. તેમજ ટેસ્ટ ટ્રેકનો કોન્ટ્રાકટ પૂરો થયા બાદ વાહન વ્યવહાર વિભાગે મેન્ટેનન્સ માટે કોઇ કોન્ટ્રાકટ ફાળવ્યો નથી. હવે સતત ૧૫થી ૧૬ કલાક સુધી ટ્રેક કાર્યરત રહેશે તો ફોલ્ટ થવાની સંભાવના બમણી થઇ જાય છે. ત્યારેડ્રાઇવિંગ ટ્રેક પર કોઇપણ વસ્તું બગડશે તો તે રિપેરિંગ કરાવવા માટે એજન્સીને કોન્ટ્રાકટ અપાશે. વાહન વ્યવહાર વિભાગે દરેક આરટીઓ પાસેથી કેટલી લાઇટ મૂકવી પડશે તે અંગે ઇશ્મ્નો અભિપ્રાય માંગ્યો તે મોકલી અપાયો છે.

(12:15 pm IST)