Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

દેશની ૧૦૦ શ્રેષ્ઠ ઇજનેરી કોલેજોમાં અમદાવાદની એલ ડી કોલેજ ૨૮માં ક્રમે

શિક્ષણ પધ્ધતિ -સુવિધા વગેરે આધારિત મુલ્યાંકન : ટેકનિકલ શિક્ષણ નિયામક જી.ટી.પંડ્યાનું માર્ગદર્શન

રાજકોટ,તા.૩૦: દેશના સુપ્રસિધ્ધ ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા સ્પેશ્યલ ઇસ્યુ બેઇઝ એન્યુલ સર્વેમાં અમદાવાદની જાણીતી એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના સર્વશ્રેષ્ઠ ઇજનેરી કોલેજોની યાદીમાં સ્થાન મળ્યુ છે. રાજ્યમાં ટેકનિકલ શિક્ષણ નિયામક શ્રી જી.ટી.પંડ્યા (આઇ.એ.એસ)ના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ અભ્યાસ ક્ષેત્રે ઉત્તમ કામગીરી થઇ રહી છે.

સર્વેમાં કોલેજનું શૈક્ષણિક સ્તર, લેબોરેટરી, વર્કશોપ, હોસ્ટેલ, કેન્ટીન, પ્લેસમેન્ટ, વ્યકિતત્વ વિકાસ યોજના વગેરે બાબતો ધ્યાને રાખીને સર્વે કરવામાં આવેલ. જેમાં એલ.ડી. કોલેજને દેશની ૧૦૦ શ્રેષ્ઠ કોલેજોમાં ૨૮માં ક્રમની દર્શાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાલભાઇ દલપતભાઇ (એલ.ડી.) કોલેજ ઓફ એન્જિનિયરીંગ અમદાવાદમાં ૩૬ એકટ જગ્યામાં પથરાયેલ છે. જેની સ્થાપના ૧૯૪૮માં કસ્તુરભાઇ લાલભાઇના રૂપિયા ૨૫ લાખના દાનથી કરવામાં આવેલ. આ કોલેજ સમાજને અનેક નામાંકિત ઇજનેરોની ભેટ ઘટી છે.

(10:13 am IST)