Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

બનાસકાંઠાના પાંથાવાડામાં માર્કેટયાર્ડની ચૂંટણી રસપ્રદ જિલ્લા ભાજપ મંત્રી ફાલ્ગુનીબેને પેનલ સાથે જંપલાવ્યું

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સહકારીક્ષેત્રમાં મહિલાની દાવેદારી:વર્તમાન ચેરમેન પણ ભાજપના : ભાજપની માર્કેટયાર્ડ હોવા છતાં ભાજપ સામે ઉમેદવારી

ગુજરાતના સહકારી માળખામાં પ્રથમ વખતે એક મહિલાએ પેનલ બનાવી સહકારી માળખામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના અંતરિયાળ અને છેવાડાના વિસ્તાર બનાસકાંઠાના પાંથાવાડા માં ધી ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ એટલે કે માર્કેટયાર્ડ ની ચૂંટણીમાં જિલ્લા ભાજપ મંત્રી ફાલ્ગુનીબેન ત્રિવેદી એ ચૂંટણીમાં પેનલ સાથે જંપલાવ્યું છે.

અને પોતાની પેનલ વિજય થશે તેવો દાવો કર્યો છે.સાથે મહિલાઓને સહકારી માળખામાં પણ 50 ટકા અમાનત મુજબ સીટો મળવી જોઈએ તેવી માંગ કરી છે. જોકે હાલના વર્તમાન ચેરમેન સવસિંહ ચૌધરી પણ ભાજપના છે. ત્યારે ભાજપની માર્કેટયાર્ડ હોવા છતાં ભાજપ સામે ઉમેદવારી કરી હોવાના સવાલમાં તેઓએ સહકારમાં પાર્ટી ને કશું લેવાદેવા હોતું નથી. અને મહિલાઓ પણ હવે સહકારી વહીવટ કરે તે હેતુથી મેં ઉમેદવારી કરી છે. જોકે ફાલ્ગુનીબેનની ખેડૂત પેનલમાં અન્ય એક મહિલા પણ છે અને તમામ ઉમેદવારો અલગ અલગ જાતિના છે એટલે દરેક જાતિ ને ન્યાય મળે તેવા પ્રયત્ન પણ કર્યા છે.

(12:37 am IST)