Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સુરત :ચાર સંતાનોની માતાને પતિએ શાકભાજીના ફેરિયા સાથે ઝડપી પાડી! : છેડતીનો ગુનો દાખલ

પ્રેમી પરિણીતાનો હાથ પકડી ચુંબન કરતો હતો ત્યારે જ પતિએ બંનેને ઝડપી પાડ્યા

સુરતના અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતાને અઠવાડિયા અગાઉ રાત્રેના બારેક વાગ્યાના આરસામાં તેના પ્રેમી સાથે ઝડપી પાડી હતી. પ્રેમીએ બોલાવતા પરિણીતા ઘરની બહાર મળવા આવી હતી. પ્રેમી પરિણીતાનો હાથ પકડી ચુંબન કરતો હતો તે વખતે જ પતિએ બંને જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ છાપરાભાઠા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની 24 વર્ષીય પરિણીતાને ગત તા 23મીના રોજ રાત્રે સાડા બારેક વાગ્યે રાકેશ રાજપુત (ઉ.વ.૨૩)એ ઘરની બહાર બોલાવી તેનો હાથ પકડી ચુંબન કરી છેડતી કરી હતી.

   આ અંગે છ દિવસ પછી ગઈકાલે રાકેશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રાકેશ સામે છેડતીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં અને રાકેશની પુછપરછમાં ચોકાવનારી વિગત બહાર આવી હતી. રાકેશ શાકભાજી વેચે છે અને પરિણીતા અવારનવાર તેની પાસે શાકભાજી લેવા માટે આવતી વખતે બંને જણા ઍકબીજાના પરિચયમાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રેમસંબંધ બંધાયો હતો.

બનાવના દિવસે પણ રાકેશ પરિણીતાને મળવા માટે ગયો હતો તે વખતે પરિણીતાના પતિએ બંને જણાને ઝડપી પાડ્યા હતા. જાકે રાકેશ તે સમયે ત્યાંથી ભાગી ગયો હતો. જોકે પરિણીતાનો પ્રેમ સંબંધ સામે આવી જતા તેને તેના પતિથી બચવા માટે ખોટી વાર્તા કરી હોવાની વિગત સમયે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. 

(11:16 pm IST)