Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ખામરગામ ત્રણ રસ્તા નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતા ચાલકને ગંભીર ઇજા,ટ્રક ચાલાક ટ્રક મૂકી ફરાર

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નાંદોદ તાલુકાના ખામર ગામના ત્રણ રસ્તા પાસે એક પુરપાટ આવતી ટ્રકના ચાલકે મોટરસાઇકલને અડફટ માં લેતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ કર્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી ગયો હતો
  ખામર ત્રણ રસ્તા નજીક 27 જુનની રાત્રે 11.30 કલાકે એક હાઇવા ટ્રક નંબર GJ - 05 - ax - 1538 ના ચાલકે પોતાની ટૂક પુર ઝડપે ચલાવી લાવી આગળ જતી મોટર સાયકલ નંબર . GJ - 22 - F - 5975ને પાછળથી ટક્કર મારી રોડ ઉપર ફેંકી દઇ બાઈક ચાલક રાજેંદ્રભાઇ જેઠાભાઇ વસાવા (ઉ.વ .૪૪ ) ( રહે.ગાગર તા.નાંદોદ જી. નર્મદા)ને માથા તથા મોઢામાં ગંભીર ઇજાઓ કરી ટૂક સ્થળ ઉપર મુકી નાશી જતા રાકેશભાઇએ આ બાબતે તા.28 જૂને ટ્રક ચાલક વિરુદ્ધ આમલેથા પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

(10:14 pm IST)