Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણાની જંબુસર પાલિકામાં બદલી કરાઈ

રાજપીપળા નગરપાલિકામાં જંબુસરના રાહુલદેવ ઢોડિયાને મુકવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણાની બદલી જંબુસર નગરપાલિકામાં કરાઈ છે જ્યારે જંબુસર નગરપાલિકાના મુખ્ય અધિકારી રાહુદેવ ઢોડિયાને રાજપીપળા નગરપાલિકા ખાતે મુકવામાં આવ્યા છે તથા ખેડા જિલ્લાના મહુધા નગરપાલિકાના મુખ્ય અધિકારી અમિતભાઇ પંડ્યાની બદલી સાબરકાંઠા જિલ્લાની વડાલી નગરપાલિકામાં કરાઈ છે. જ્યારે મહુધા નગર પાલિકાની ખાલી પડેલી જગ્યા પર હજુ કોઈ નિમણૂક થઈ નથી તેમ જાણવા મળ્યું છે.

(10:12 pm IST)