Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કોરોના વોરિયર્સને ડોક્ટર્સ ડે પર અંજલિ આપવામાં આવી

પહેલી જુલાઈએ ડોક્ટર્સ ડે દિવસ : અત્યાર સુધી ૫૭ તબીબોએ કોરોના વાયરસને માત આપી છે, બાદ જુદા જુદા એસોસીયેશન પોતાના કાર્યક્રમ યોજશે

અમદાવાદ,તા.૩૦હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને કારણે ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન પહેલી જુલાઈ ડોકટર્સ ડેને દિવસે સૌ પ્રથમ તમામ કોરોના વોરીયર્સ  જેવાકે તબીબો , નર્સ , પેરામેડિકલ સ્ટાફ , પોલીસ વગેરે જેઓ મ્રુત્યુ પામ્યા છે તેમની યાદમાં બે મિનિટનું મૌન પાળશે. અત્યાર સુધીમાં ૫૭ તબીબોએ કોરોનાને માત કરતા પોતે માત થયા છે. ત્યારબાદ જુદા જુદા એસોસીયેશન પોતાના કાર્યક્રમ યોજશે. ડો બી સી રોયની યાદમાં પહેલી જુલાઈ ને ડોકટર્સ ડે તરીકે ઉજવવામા આવે છે. ડો બી સી રોય ડો બિધાન ચંદ્ર રોય તેઓના માનમાં પહેલી જુલાઈ ને સમગ્ર ભારત દેશમાં ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. તેઓનો જન્મ જુલાઈ ૧૯૬૨ ના રોજ પટણા ખાતે થયો હતો .

           તેઓનું મૃત્યુ પણ પહેલી જુલાઈ ૧૯૬૨ ના રોજ કલકત્તા ખાતે દર્દીઓને તપાસ્યા બાદ થયું હતું . ડો  બી સી રોયે આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો.૧૮૮૭માં પટણાથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી ત્યારબાદ તેઓને મેડિકલ તથા એન્જિનિયરિંગ બંને ક્ષેત્રમાં પ્રવેશ માટે અરજી કરી હતી અને તેઓએ મેડીકલ ક્ષેત્ર પસંદ કર્યું હતું . તેઓ ઘણા વિદ્વાન અને ખૂબ ઉમદા સામાજિક કાર્યકર્તા હતા. ૧૯૪૭માં તેઓ ઉત્તર પ્રદેશના ગવર્નર બન્યા હતા . ૧૯૪૮માં પશ્ચિમ બંગાળના બીજા મુખ્યપ્રધાન તરીકે ચૂંટાયા હતા . તે છેક ૧૯૬૨ સુધી પોતાના મૃત્યુ સુધી ચીફ મિનિસ્ટર રહ્યા હતા. ૧૯૨૮માં તેઓએ ઈન્ડીયન મેડીકલ એસોસિએશનની સ્થાપના કરી હતી સાથે સાથે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પણ સ્થાપના કરી હતી.

          ઉપરાંત અનેક સંસ્થાઓ માં તેમનું યોગદાન અમૂલ્ય હતું . ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થની સ્થાપના કરી હતી . ચેપીરોગ હોસ્પિટલ ની શરૂઆત કરી હતી . અનુસ્નાતક મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી . મેડિકલ ક્ષેત્રે પણ તેઓ ઘણું કામ કર્યું હતું. ઘણી બધી સંસ્થાઓ શરૂ કરી હતી જેવીકે ટીબી હોસ્પિટલ , ચિતરંજન સેવા સદન , કમલા નહેરું હોસ્પીટલ , વિક્ટોરિયા ઇન્સ્ટિટયૂટ , ચિતરંજન કેન્સર હોસ્પિટલ જેવી અનેક સંસ્થાઓની એમને સ્થાપના કરી હતી . કલકત્તામાં એક સમયે જે તોફાનો થયા હતા.

(10:48 pm IST)