Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કઠવાડાને કોર્પોરેશનમાં સામેલ કરતા ઉગ્ર વિરોધ ગામના લોકોએ દેખાવ કર્યો

 અમદાવાદ , તા. ૩૦અમદાવાદ શહેર નજીક આવેલા કઠવાડા ગામમાં ગ્રામજનોનોએ આજે રાજ્ય સરકર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જોરદાર વિરોધ કર્યો હતો. ગામના લોકોએ પોસ્ટરો સાથે અમદાવાદ મ્યુ કોર્પોરેશનનો વ્યાપ વધારવાનો મામલે લેવાયેલા નિર્ણયનો વિરોધ કર્યો છે. ગ્રામ પંચાયતને કોર્પોરેશનમાં સમાવેશ સામે ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતએ પોતાની સામન્ય સભામાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવના નિર્ણય વિરૂદ્ધ ખરડો પાસ કરી વિરોધ નોંધાવ્યો છે. ગામના લોકોનો આક્ષેઓ છે કે, ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ હોવા છતાં માત્ર વેરો વસૂલવા અને કોર્પોરેશનની તિજોરી ભરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રામજનોએ કહ્યું કે, મામલે અમે હાઈકોર્ટમાં પણ અરજી કરી છે. તો દસ્ક્રોઈના વિધાનસભાના ધારાસભ્ય બાબુ જમનાને પણ રજૂઆત કરી હતી. પરંતુ અનેક વખત રજૂઆત છતાં કોઈ જવાબ નહિ મળતા હવે અમે ગાંધીનગર સુધી રેલી અને હડતાળ કરી અમારી માંગ પૂર્ણ કરવા છું.

(10:43 pm IST)