Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

પીએમ મોદીની દેશના 80 કરોડ ગરીબોને નવેમ્બર મહિના સુધી વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત ગરીબ,વંચિત અને શોષિતો માટે રાહતરૂપ : મુખ્યમંત્રી રૂપાણી

ગરીબ વર્ગોને વિનામૂલ્યે ખાદ્યાન્ન મેળવી અને ઘરનો ચૂલો પ્રગટેલો રાખવામાં અત્યંત ઉપકારક થશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દેશના ૮૦ કરોડ ગરીબોને  જુલાઈથી નવેમ્બર એમ વધુ  મહિના સુધી વિનામૂલ્યે અનાજ આપવાની કરેલી જાહેરાતને દેશના ગરીબ-વંચિત-પીડિત-શોષિતો માટે રાહતરૂપ અને માનવીય સંવેદનાસ્પર્શી જાહેરાત ગણાવી છે

  પ્રધાનમંત્રીએ આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં કરેલી મહત્વપૂર્ણ જાહેરાત કોરોના સંક્રમણની અન લોકડાઉનની સ્થિતીમાં ગરીબ વર્ગોને વિનામૂલ્યે ખાદ્યાન્ન મેળવી અને ઘરનો ચૂલો પ્રગટેલો રાખવામાં અત્યંત ઉપકારક થશે તેવો વિશ્વાસ પણ વિજયભાઇ રૂપાણીએ વ્યકત કર્યો છે.
 
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે ૮૦ કરોડથી વધુ લોકોને કોરોના સંક્રમણની સ્થિતીમાં કોરોના સામે લડતાં લોકડાઉનના ત્રણ મહિના દરમ્યાન વિનામૂલ્યે વ્યકિત દિઠ પાંચ કિલો ઘઉં અને ચોખા તથા દરમહિને પરિવાર દિઠ એક કિલો દાળ વિનામૂલ્યે આપવાની જે સંવેદનશીલતા પણ પ્રધાનમંત્રીએ દર્શાવી હતી તેનો પણ આભાર વ્યકત કર્યો છે.
  
વિજયભાઇ રૂપાણીએ હવે, પ્રધાનમંત્રીશ્રીએ આગામી પાંચ મહિના સુધી આવા ગરીબોને નિ:શૂલ્ક અનાજ વિતરણની ૯૦  હજાર કરોડની યોજનાની જે જાહેરાત કરી છે તે રક્ષાબંધન, જન્માષ્ટમી, બિહૂ, નવરાત્રિ, ગણેશોત્સવ જેવા તહેવારોમાં ગરીબ પરિવારોને ભૂખ્યા સુવા વારો આવે તે માટે ઉપયુકત બનશે એમ પણ યોજનાની જાહેરાતને આવકારતા જણાવ્યું છે
  પ્રધાનમંત્રીએ દેશના કોઇ પણ રાજ્યમાં કે ગામ-નગરમાં રોજગારી કે અન્ય આવશ્યકતાઓ માટે જતા લોકોને રાશન મેળવવામાં કોઇ સમસ્યા રહે તે માટેવન નેશન વન રેશન કાર્ડની વ્યવસ્થાઓ ઊભી કરવાનો જે ગરીબલક્ષી નિર્ણય કર્યો છે તે માટે સૌ ગુજરાતીઓ વતી હ્યદયપૂર્વકનો આભાર દર્શાવ્યો છે
મુખ્યમંત્રીએ  વડાપ્રધાનએ ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણની સફળતાનો શ્રેય દેશના ખેડૂતો અને ઇમાનદાર કરદાતાઓને આપ્યો છે તેને ધરતીના છોરૂ અને સામાન્ય માનવીની કદરની તેમની આગવી સહજતા સમાન ગણાવ્યા છે.
તેમણે આત્મનિર્ભર ભારત માટે દિવસ-રાત એક કરી મહેનત કરવાના અને લોકલ માટે વોકલ થવાના કોલને સાડા કરોડ ગુજરાતીઓ એક બની નેક બની સાકાર કરવામાં કોઇ કસર નહિ છોડે તેવો વિશ્વાસ પણ પ્રધાનમંત્રીને સમગ્ર ગુજરાતની જતા જનાર્દન વતી આપ્યો છે

(10:07 pm IST)
  • પાટણ જીલ્લામાં એક મહિલા સહિત ૬ને કોરોના : પાટણ જીલ્લામાં આજે કોરોનાના ૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મહિલા સહિત ૬ના રિપોર્ટ પોઝીટીવ આવતા સારવારમાં ખસેડેલ છે. access_time 3:51 pm IST

  • સુરતના મહિધરપુરા હીરાબજાર ક્લસ્ટર તરીકે જાહેર:પાટીદાર ભવનથી લિંબુશેરી, પીપળા શેરી, નગીનદાસની શેરી, હવાડા શેરી, થોભા શેરી, જદાખાડી રોડ, હાટ ફળિયું, ભોજાભાઈની શેરી અને પાટીદાર ભવન રોડ સુધીના ૧૨૬૨ મકાનોને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા access_time 9:38 pm IST

  • દેશભરમાં રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ : 31મી જુલાઈ સુધી શાળા-કોલેજ બંધ રહેશે : સિનેમા હોલ, જીમ , સ્વિમિંગ પુલ અંગે રાજ્ય સરકાર કરશે નિર્ણંય : કન્ટેઇમેન્ટ ઝોનમાં કોઈપણ છૂટછાટ નહીં , માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુ મળી શકશે : દિલ્હીમાં મેટ્રો ટ્રેન સેવા શરુ કરાશે : અનલોક-2ની ગાઇડલાઇન જાહેર : ઓડિટોરિયમ,સામાજિક ધાર્મિક આયોજનો અંગે પણ રાજ્ય સરકાર સ્થિતિને અનુલક્ષીને નિર્ણંય કરશે access_time 10:13 pm IST