Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રાજ્યના પાંચ નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી : ભાવનગરમાં ટી,એમ,મકવાણાને ખેડા મુકાયા :પોરબંદરના ડી,વી, વાળાને ભાવનગર અને ગીર સોમનાથના સુશ્રી ઈલા જી,ગોહિલની મોરબી બદલી

અમદાવાદ : રાજ્યના પાંચ નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી થઇ છે જેમાં ભાવનગરમાં ટી,એમ,મકવાણાને ખેડા મુકાયા છે જયારે પોરબંદરના ડી,વી, વાળાને ભાવનગર મુકાયા છે, અને ગીર સોમનાથના સુશ્રી ઈલા જી,ગોહિલની મોરબી બદલી કરાઈ છે

(9:24 pm IST)
  • રાજકોટની કુલ ૧૪૯ સૂચિત સોસાયટીમાંથી ૫૩૩૭ દાવા મંજુરઃ હજુ ૭૩૯ના મંજુરીના હુકમો બાકી : રાજકોટના પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને તાલુકા મામલતદાર ક્ષેત્રમાં આવેલી કુલ ૧૪૯ સૂચિત સોસાયટીના બાંધકામો અંગે ૬૦૭૬ દાવા અરજી આવી હતીઃ જેમાંથી ૫૯૨૮ બાંધકામો રેગ્યુલાઈઝ કરવા અંગે સુનાવણી હાથ ધરાઈઃ તેમાં ૫૩૩૭ દાવા કલેકટર તંત્રે મંજુર કરી દીધાઃ હજુ ૭૩૯ દાવા અંગેના મંજુરી હુકમો બાકીઃ સૌથી વધુ રાજકોટ પૂર્વ ક્ષેત્રના ૩૬૧ હુકમો બાકીઃ દક્ષિણમાં ૨૫૩ અને તાલુકામાં ૧૧૬ દાવા અંગે હવે નિર્ણયઃ કલેકટરે તાજેતરમાં બોલાવેલ મીટીંગમાં આખરી સમીક્ષા કરાઈઃ ૧૫ દિ'માં પુરૂ કરવા આદેશો access_time 3:04 pm IST

  • રાજકોટમાં કડાકા - ભડાકા સાથે છેલ્લી અડધી કલાકથી વરસાદ ચાલુ છે : કાળા ડિબાંગ- ઘનઘોર વાદળો છવાયા : વિજળીના કડાકા - ભડાકા સાથે બેફામ વરસાદ ચાલુ : લોકો ધ્રુજી ઉઠે અને ભયભીત થાય તે રીતે વિજળી ગાજે છે : છેલ્લી અડધી કલાકથી બેફામ વરસાદ ચાલુ access_time 11:18 am IST

  • પ્રાંતિજ માં વરસાદ વહેલી સવારે કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ: ધીમી ધારે વરસાદથી ભારે બફારાથી લોકોને રાહત : વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ access_time 11:03 am IST