Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

વલસાડ જિલ્લામાં કોરોના બેફામ બન્યો : જિલ્લામાં એક સાથે ૨૧ કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 154

વલસાડમાં નવા 5 કેસ, પારડી ૩,વાપી ૧૨ અને ૧ કપરાડામાં કેસ નોંધાયો : વાપીના યુવાનનું મોત : મૃત્યુઆંક 4 થયો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :વલસાડ જિલ્લામાં કોરોના બેફામ ફેલાઈ રહ્યૌ છે વલસાડ જિલ્લામાં ૨૧ કેસ આવતા જિલ્લામાં આરોગ્ય વિભાગ દોડતું થયુ છે જેમા કોરોનાથી એક વ્યક્તિનું મોત થયુ છે વલસાડમાં ૫ ,પારડી ૩,વાપી ૧૨ અને ૧ કપરાડા ખાતે પોઝિટિવ કેસો નોંધાયા છે  જ્યારે વાપીના ગોકુલધામ સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષીય યુવકનું કોરોનાથી મોત થયુ છે જ્યારે જિલ્લામાં ૧૫૪ કોરોના આંક થયો છે જ્યારે મૂર્ત્યૂ આંક ૪ થયો છે વહીવટી તંત્ર દોડતું થયુ છે

(8:57 pm IST)
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત્ત થયેલા ૪૦ કર્મચારીઓ- અધિકારીઓની સેવા લેવી કે નહીં ? ૧૦મીએ સિન્ડીકેટમાં ફેંસલો access_time 3:50 pm IST

  • રાજયમાં ૧૨ વાગ્યા સુધીમાં ૧૦૨ તાલુકામાંં વરસાદ : વેરાવળમાં ૨ ઇંચ, મોડાસામાં ૨ ઇંચ, મેંદરડામાં ૨ ઇંચ, સુત્રાપાડા ૨ ઇંચ, બેચરાજીમાં ૨ ઇંચ, ઘોઘામાં પોણા ૨ ઇંચ, જેસરમાં પોણા ૨ ઇંચ, મહેસાણામાં દોઢ ઇંચ, માળીયામાં દોઢ ઇંચ, ધ્રોલમાં દોઢ ઇંચ, લીલીયામાં સવા ઇંચ, હારીજમાં સવા ઇંચ, વિસાવદરમાં સવા ઇંચ, કોટડા સાંગાણીમાં સવા ઇંચ, સરસ્વતીમાં ૧ ઇંચ, માલપુરમાં ૧ ઇંચ, પાલીતાણામાં ૧ ઇંચ, લાઠીમાં ૧ ઇંચ ખાબકયો વરસાદઃ access_time 3:04 pm IST

  • રાજસ્થાનને લાગુ વિસ્તારમાં ચીન દ્વારા યુધ્ધાભ્યાસની તૈયારી ભારત-પાકિસ્તાન સરહદે ચીન એરફોર્સ સક્રિય : રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદે ચીનની પીપલ્સ લીબરેશન આર્મી એરફોર્સ તેની ગતિવિધી વધારી દીધી છે. ભારત વિરૂધ્ધ સાજીસનો પર્દાફાશઃ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ચીની વિમાનો દેખાયા પછી રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદ ઉપર પણ સક્રિયતા વધી છે. આર્થીક રોકાણની આડમાં ચીન હવે પાકિસ્તાનમાં યુધ્ધાભ્યાસની તૈયારીમાં હોવાનું બહાર આવ્યું છે. access_time 3:51 pm IST