Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રાજ્યમાં કોરોનાના નવા 620 પોઝીટીવ કેસ : કુલ કેસનો આંકડો 32,643 થયો : વધુ 20 લોકોના મોત : મૃત્યુઆંક 1828 થયો

અમદાવાદમાં સૌથી વધુ નવા 198 કેસ, સુરતમાં 199 કેસ, વડોદરામાં નવા 52, જામનગરમાં 15 કેસ, આણંદમાં 14 અને ગાંધીનગરમાં 13 કેસ નોંધાયા : વધુ 442 દર્દીઓ સાજા થતા કુલ 23790 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 620 નવા કેસ નોંધાયા છે અને વધુ 20 લોકોના મોત સાથે મૃત્યુઆંક 1848 થયો છે

   છેલ્લા 24 કલાકમાં વધુ 620 કેસ પોઝિટિવ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 32,643, થઇ છે  જયારે વધુ 20 લોકોના મોત સાથે મૃત્યુઆંક 1848 થયો છે તો છેલ્લા એક પખવાડીયાથી કોરોના કેસ 500થી વધુ નોંધાયા છે. જયારે આજે સતત ચોથા દિવસે કોરોના કેસનો આંકડો 600થી વધુ આવ્યો છે ગઈકાલે કોરોનાના વધુ 626 કેસ નોંધાયા હતા

  આ અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.

  આરોગ્ય વિભાગે જાહેર કરેલ માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 620 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 32643 પર પહોંચ્યો છે.

   અમદાવાદમાં સૌથી વધુ 198 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 182 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ  નોંધાયા છે. સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 183 નવા કેસ અને જિલ્લામાં 16 કેસ મળીને નવા 199 કેસ નોંધાયા છે  આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 442 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 22790 દર્દીઓ કોરોનાને મહાત આપી છે

(8:13 pm IST)